ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પતિ-પત્નીનો વધશે પ્રેમ
Image Source: Wikipedia
અમદાવાદ, તા. 09 જાન્યુઆરી 2024 મંગળવાર
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ મનુષ્યના કલ્યાણ માટે પૃથ્વી પર 8 અવતાર લીધા છે જેમાંથી ભગવાન વિષ્ણુનો 8મો અવતાર ભગવાન શ્રી રામ છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામનું નામ લેતા જ જીવનના તમામ વિઘ્ન-અવરોધો દૂર થઈ જાય છે અને મૃત્યુ બાદ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં ભગવાન રામથી મોટુ કોઈ નામ નથી. તેમણે રાવણનો વધ કરીને સંસારનો ઉદ્ધાર કર્યો હતો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી રામનું નામ લેવા માત્ર થી જ ભક્તોના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. સાથે જ તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. રામજીને પ્રસન્ન કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ ઉપાયોને જો વિધિપૂર્વક કરવામાં આવે તો જાતકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
રામજીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી રામનો અઠવાડિયાનો છેલ્લો દિવસ રવિવારનો દિવસ છે. દરમિયાન રવિવારના દિવસે પરિવારની કોઈ પણ સ્ત્રી રાત્રે ખીર બનાવે અને તે ખીરને ચંદ્રની રોશનીમાં એક કલાક સુધી મૂકી દો. પછી આ ખીરને પતિ-પત્ની સાથે મળીને ખાવ. આ ઉપાયથી બંને વચ્ચે આવી રહેલુ અંતર ઝડપથી દૂર થશે. બંને વચ્ચે પ્રેમ વધશે.
- રવિવારના દિવસે રામજીને પ્રસન્ન કરવા માટે 1 વાટકીમાં ગંગાજળ કે પાણી લઈને રામ રક્ષા મંત્ર ऊं श्री ह्रीं क्लीं रामचंद्राय श्री नमः મંત્રનો જાપ કરો. જે બાદ આ જળને ઘરના તમામ ખૂણામાં છાંટી દો. તેનાથી ઘરનો વાસ્તુ દોષ, ભૂત-પ્રેત, તંત્ર અવરોધ વગેરે સમાપ્ત થઈ જાય છે. આ ઉપાયને ઓફિસ-દુકાન વગેરેમાં કરવામાં આવે છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ ગૃહસ્થ અઘરા મંત્રોનો જાપ કરી શકતા નથી તેઓ ભગવાન રામની સ્તુતિ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન ગાવ. રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામના મંદિર કે તેમના ચિત્રની સામે 3 વખત અલગ-અલગ સમયે આ ભજનનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેનાથી જીવનની તમામ વસ્તુઓ અનુકૂળ થવા લાગે છે.