મંગળવારે કરો આ ઉપાય, આર્થિક સંકટ અને મંગળ દોષથી મળશે છૂટકારો
Image Source: Twitter
અમદાવાદ, તા. 19 ડિસેમ્બર 2023 મંગળવાર
સનાતન ધર્મમાં મંગળવારનું ખાસ મહત્વ છે. આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા-વ્રત કરવાનું વિધાન છે. માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા-વ્રત કરવાથી મંગળ દોષથી છુટકારો મળે છે. આ સિવાય બગડેલા કામ પૂરા થાય છે. માન્યતા છે કે મંગળવારે ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે અને ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે. જો તમે પણ પોતાનું જીવન સુખમય ઈચ્છો છો તો આ માટે મંગળવારે આ ઉપાય જરૂર કરો. ધાર્મિક મત છે કે આ ઉપાયો કરવાથી સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘરમાં ખુશીઓનું આગમન થશે.
મંગળવારના ઉપાય
જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો આ માટે મંગળવારનો દિવસ સ્નાન અને ધ્યાન કર્યા બાદ હનુમાનજીને ગુલાબના ફુલોની માળા ચઢાવો. આ ઉપાયને સતત 7 મંગળવાર સુધી કરો. માન્યતા છે કે આવુ કરવાથી આર્થિક સમસ્યાથી છુટકારો મળે છે.
મંગળવારના દિવસે માટીના વાસણમાં મધ નાખો અને તેની ઉપર ઢાંકણુ ઢાંકી દો. જે બાદ તેને હનુમાન જી ની સમક્ષ મૂકી દો. માન્યતા છે કે આ ઉપાયને કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આ સિવાય હંમેશા શાંતિનો વાસ રહેશે.
જો તમે શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો. તો મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે એક વાસણમાં પાણી ભરીને હનુમાન બાહુકનો વિધિપૂર્વક પાઠ કરો. જે બાદ જળ ગ્રહણ કરો. આ રીતે આગલા દિવસે પણ ફરીથી હનુમાન બાહુકનો પાઠ કરો. ધાર્મિક માન્યતા છે કે આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરવાથી શારીરિક અને માનસિક સમસ્યાથી છુટકારો મળે છે.
આ સિવાય મંગળવારના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલી દૂર થાય છે.
જો તમે ખરાબ નજરના પ્રભાવને દૂર કરવા ઈચ્છો છો તો મંગળવારના દિવસે જવના લોટમાં તેલ અને કાળા તલ મિક્સ કરીને એક રોટલી બનાવો. આ રોટલીને ગોળ અને તેલથી ચોપડીને નજર લાગી હોય તે માણસની ઉપર 7 કે 21 વખત ઉતારીને ભેંસને ખવડાવો. માન્યતા છે કે આ ઉપાયને કરવાથી ખરાબ નજરનો પ્રભાવ ખતમ થશે.