આર્થિક તંગી દૂર કરવા અને ધન લાભ માટે 'ધનતેરસ' પર કરો આ ઉપાય, જાણો શું ખરીદવું રહેશે શુભ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
આર્થિક તંગી દૂર કરવા અને ધન લાભ માટે 'ધનતેરસ' પર કરો આ ઉપાય, જાણો શું ખરીદવું રહેશે શુભ 1 - image


નવી દિલ્હી,તા. 7 નવેમ્બર 2023, મંગળવાર

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારીને અને આગળ રંગોળી કરવામાં આવે છે. આ વખતે 10 નવેમ્બરના રોજ ધનતેરસ છે. આ દિવસે દેવી લક્ષ્મીજી અને ધનની દેવી ધન્વંતરીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે.

ધનતેરસના દિવસે, તમારી રાશિ પ્રમાણે, તમે આ નિશ્ચિત ઉપાયોથી તમારી સમસ્યાઓ દૂર કરી શકો છો 

મેષ

મેષ રાશિના જાતકો માટે ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર પર તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે કાળા ગુંજા મુકો. તેનાથી આખા વર્ષ દરમિયાન આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહેશે.

વૃષભ 

ધનતેરસ પર કપડાં, સોનું અને ચાંદી જેવી આ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે.આ રાશિના જાતકોએ ધનનો સતત વ્યય થતો હોય તો 10 નવેમ્બરે ધનત્રયોદશીના દિવસે પીપળાના પાંચ પાન લઈને તેને પીળા ચંદનથી રંગીને વહેતા પાણીમાં છોડી દો. આ રાશિના જાતકોએ તેલ, લાકડાની વસ્તુઓ, ચામડાની વસ્તુઓની ખરીદી ન કરવી. 

મિથુન

ધનતેરસના દિવસે વડના ઝાડમાંથી પાંચ પત્તા લાવીને, તેને લાલ ચંદન લગાવો, કેટલાક સિક્કા વડે નવા લાલ કપડામાં બાંધીને તમારા ઘર કે દુકાનમાં ખીલી પર લટકાવી દો. ધનતેરસ પર રત્ન, જમીન, મકાન જેવી આ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે. પરંતુ લાકડાની વસ્તુઓ અને એલ્યુમિનિયમની વસ્તુઓ ન ખરીદો.

કર્ક

જો અચાનક આર્થિક લાભ થવાની આશા હોય તો 10 નવેમ્બરે એટલે કે ધનતેરસના દિવસે સાંજે પીપળના ઝાડ પાસે પાંચમુખી તેલનો દીવો પ્રગટાવો. આ દિવસે ખાંડ, સફેદ વસ્ત્ર અને વાહન ખરીદવું તમારા માટે શુભ રહેશે. પરંતુ કાળી વસ્તુઓ ખરીદશો નહીં.

સિંહ 

આ રાશિના લોકોને જો ધંધામાં વારંવાર નુકસાન થતું હોય અથવા ઘરમાં સમૃદ્ધિ ન હોય તો ધનત્રયોદશી રોજ ધનતેરસથી રોજ ગાયને ખવડાવવાનો નિયમ બનાવો. સોનું અને ઈલેક્ટ્રોનિક સામાન જેવી આ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે. પરંતુ લોખંડની બનેલી વસ્તુઓ ખરીદશો નહીં.

કન્યા 

જો જીવનમાં આર્થિક સ્થિરતા ન હોય તો 10 નવેમ્બર ધનત્રયોદશી એટલે કે, ધનતેરસના દિવસે બે કમળના ફૂલ લઈને દેવી લક્ષ્મીના મંદિરમાં અર્પણ કરો. આ રાશિના લોકોએ સફેદ રંગના કપડા ના ખરીદવા.  

આ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશેઃ ફર્નિચર, લીલા કપડાં, નીલમણિ, સોનું. 

તુલા

આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ ધનત્રયોદશીના દિવસે સાંજે લક્ષ્મીજીના મંદિરમાં નારિયેળ ચઢાવવુ. આ રાશિના લોકો ડાયમંડ જ્વેલરી, પરફ્યુમ અને કોસ્મેટિક્સ જેવી આ વસ્તુઓ ખરીદી શકે છે. પરંતુ લોખંડની બનેલી વસ્તુઓ ખરીદશો નહીં.

વૃશ્ચિક

જો તમે સતત દેવામાં ફસાયેલા હોવ તો 10 નવેમ્બરે ધનતેરસના દિવસે સ્મશાનના કૂવામાંથી પાણી લાવીને પીપળાના ઝાડને ચઢાવો.

આ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશેઃ લાલ કપડાં, જમીન, મકાન. પરંતુ કાળા રંગના કપડાં ન ખરીદો.

ધનુરાશિ

10 નવેમ્બરના રોજ ધનત્રયોદશીના દિવસે જો ગુલરના અગિયાર પાંદડા મૌલી સાથે બાંધીને વડના ઝાડ પર બાંધવામાં આવે તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધાતુ, જમીન, મકાનની બનેલી વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે. પરંતુ ફર્નિચર અને મેકઅપનો સામાન ખરીદવો નહી.

મકર

ધનતેરસના દિવસે આ રાશિના જાતકોએ સાંજે મુખ્ય દ્વાર પર દીવો રાખવાથી તમને આર્થિક લાભ થશે. સોનાથી બનેલી વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે. પરંતુ પીળા કપડાં કે પીળા રંગની મીઠાઈઓ ન ખરીદવી.

કુંભ

જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિ માટે ધનતેરસની રાત્રે પૂજા સ્થાન પર જ રાત્રે જાગરણ કરવું જોઈએ. સ્ટેશનરી વસ્તુઓ અને વાહન ખરીદવું તમારા માટે શુભ રહેશે. પરંતુ લોખંડની બનેલી વસ્તુઓ ખરીદવી નહી. 

મીન

જો ધંધામાં શિથિલતા આવી રહી હોય તો 10 નવેમ્બરે ધનત્રયોદશીના દિવસે કેળાના બે છોડ વાવીને તેની સંભાળ રાખવી અને જ્યારે તે ફળ આપે ત્યારે તેને ખાવા નહીં. ચાંદી, રત્ન, પોખરાજ, સોનું જેવી આ વસ્તુઓ ખરીદવી તમારા માટે શુભ રહેશે. પરંતુ એલ્યુમિનિયમથી બનેલી વસ્તુઓ ન ખરીદો.


Google NewsGoogle News