નવરાત્રિ પહેલા આટલા કામ જરુર કરશો, નહીં તો કરવો પડશે અનેક મુશ્કેલીઓનો સામનો

નવરાત્રિ દરમિયાન દેવીનું આહ્વાન કરતાં પહેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો

ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી સ્વસ્તિક બનાવી વચ્ચે પાંચ ચાંદલા કરવા

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
નવરાત્રિ પહેલા આટલા કામ જરુર કરશો, નહીં તો કરવો પડશે અનેક મુશ્કેલીઓનો સામનો 1 - image

તા. 14 ઓક્ટોબર 2023, શુક્રવાર 

Navratri Poojan: આવતીકાલ તા. 15 ઓક્ટોબર 2023થી પવિત્ર નવરાત્રિ (Navratri) પર્વ શરુ થઈ રહ્યું છે. આ પર્વ દરમ્યાન ભક્તો પર માતાજીની અસીમ કૃપા વરસતી હોય છે. કેટલાક લોકો માતાજીના નવ દિવસ ઉપવાસ તો કેટલાક અનુષ્ઠાન (Anusthan)પણ કરતા હોય છે. એમ કહેવાય છે કે નવરાત્રિ સમયે પુજા પાઠ કરવાથી તેનું ફળ પણ દસગણુ વધારે મળતુ હોય છે. માટે કેટલાક ભક્તો કળશ સ્થાપન કરી માતાજીને ઘરમાં પધરાવતા હોય છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે, નવરાત્રિ પહેલા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓને બહાર ફેંકી દેવી જોઈએ નહીં તો તમારી પૂજા ફળતી નથી. આવો તેના કેટલાક નિયમો જાણીએ. 

આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને 9 દિવસ સુધી માત્ર સાત્વિક ભોજન જ રાંધો

નવરાત્રિ દરમિયાન દેવીનું આહ્વાન કરતાં પહેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને 9 દિવસ સુધી માત્ર સાત્વિક ભોજન જ રાંધો. આ ઉપરાંત રાત્રે એઠવાડા વાસણ ન રાખશો. એઠવાડા વાસણ પડ્યા રહેવાથી દેવી- દેવતા નારાજ થાય છે, ક્રોધિત થાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી સ્વસ્તિક બનાવી વચ્ચે પાંચ ચાંદલા કરવા 

દેવીના સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી સ્વસ્તિક બનાવો સાથે સાથે વચ્ચે પાંચ ચાંદલા કરવા તથા શુભ- લાભ દોરવા. આ સાથે નવરાત્રિના આગલા દિવસે ઘર આગળ રંગોળી પુરો. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી મા દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને પરિવાર પર અપાર આશીર્વાદ વરસાવે છે.

નવરાત્રિના નવ દિવસો આધ્યાત્મિક ઉર્જાથી ભરપુર હોય છે

શાસ્ત્રો પ્રમાણે આ શારદીય નવરાત્રિના નવ દિવસો આધ્યાત્મિક ઉર્જાથી ભરપુર હોય છે. જે લોકો આ સમય દરમિયાન મા દુર્ગાની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે, તેમના પર ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી, પરંતુ મા દુર્ગાના આગમન પહેલા તેણે ઘરની ચોખ્ખાઈનું કાર્ય પૂર્ણ કરી લેવું જોઈએ, નહીં તો દેવીની પૂજાનું ફળ મળતું નથી અને તેના બદલે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. 

નવરાત્રિ શરૂ થાય તે પહેલા ઘરમાં પડેલા જૂના ચંપલ અને બુટ હોય તે સત્વરે કાઢી નાખો

શારદીય નવરાત્રિ શરૂ થાય તે પહેલા ઘરમાં પડેલા જૂના ચંપલ અને બુટ હોય તે સત્વરે કાઢી નાખો. એવું કહેવાય છે કે તેનાથી નકારાત્મક ઉર્જાનું સંક્રમણ વધે છે, ત્યા ગંદકી ફેલાય છે અને જ્યાં ગંદકી હોય ત્યાં મા દુર્ગા માતાજી રહેતા નથી. 

ઘરમાં રહેલો તામસિક આહાર બહાર કાઢી નાખો

નવરાત્રિ પહેલા ઘરને બરોબર સાફ કરી દિવાલોમાં ધૂળ કે બાવા લાગી ગયા હોય તો દૂર કરો. માતાના આગમન પહેલાં દરેક રીતે સાફ સફાઈ કરવી જરુરી છે. ઘરમાં રહેલો તામસિક ખોરાક તરત બહાર કાઢી નાખો. ભૂલથી પણ આ દિવસોમાં ઘરમાં દારૂ ન રાખશો કે લાવશો પણ નહી. ઘરમાં આ વસ્તુઓ હોવાને કારણે માતા દુર્ગા ઘરના દ્વારથી જ પરત ફરી જાય છે. અને 9 દિવસના ઉપવાસ અને પૂજા વ્યર્થ જાય છે.



Google NewsGoogle News