શનિનો પ્રકોપ દૂર કરવા દર શનિવારે કરો આ કામ, જાણો 7 ઉપાય

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
શનિનો પ્રકોપ દૂર કરવા દર શનિવારે કરો આ કામ, જાણો 7 ઉપાય 1 - image


                                                         Image Source: Twitter

અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2023 શનિવાર

કર્મોના દેવતા શનિ દેવ ન્યાયાધીશ તરીકે પૂજવામાં આવે છે. શનિવારનો દિવસ ખાસ કરીને શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. કુંડલીમાં શનિની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિનું માન સન્માન વધી જાય છે. કર્મોના દેવતાની સ્થિતિ જ્યારે સારી નથી હોતી તો વ્યક્તિને જીવનમાં દુ:ખ અને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. શનિ દેવ ખૂબ ધીમી ગતિથી ગોચર કરે છે અને તેમની સાડા સાતી, જે રાશિ પર ચાલે છે તે રાશિને ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેથી શનિ દેવના પ્રકોપથી બચવા માટે અને સાડાસાતીનો પ્રભાવ ઘટાડવા માટે દર શનિવારના દિવસે આ કાર્યો જરૂર કરવા જોઈએ. 

શનિની સાડાસાતીનો પ્રકોપ ઘટાડવાના ઉપાય

1. શનિની સાડાસાતીનો પ્રકોપ ઘટાડવા ઈચ્છો છો તો શનિવારે કાળા તલનું દાન કરો.

2. ॐ शं शनिश्चराय नमः મંત્રનો 108 વખત જાપ કરવાથી શનિ દેવના આશીર્વાદ મળે છે.

3. શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્ર ધારણ કરો.

4. શનિની ઢૈયા અને સાડાસાતીનો પ્રકોપ ઘટાડવા માટે દર શનિવારે હનુમાનજીની ઉપાસના કરો. શનિવારના દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે.

5. શનિવારના દિવસે કાળા અડદની કાળ, સરસવનું તેલ, કાળા રંગના વસ્ત્રનું દાન કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે.

6. પોતાની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે શનિવારના દિવસે કોઈક ગરીબને ભોજન કરાવવુ જોઈએ કે તેમની મદદ કરવી જોઈએ.

7. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને તેની નીચે દીવો પ્રગટાવીને પરિક્રમા કરવાથી શનિ દેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.


Google NewsGoogle News