અક્ષય તૃતીયાએ તુલસી સંબંધિત કરો આ શુભ કાર્ય, લક્ષ્મી માતા વરસાવશે કૃપા!
Akshaya Tritiya 2025: સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે વિશેષ રૂપે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ પંચાગ પ્રમાણે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયા ઉજવવામાં આવે છે. જ્યોતિષોના જણાવ્યા પ્રમાણે અક્ષય તૃતીયા પર કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ, જેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ
બીજી તરફ અક્ષય તૃતીયા પર માતા તુલસીની ઉપાસના અને તેના સંબંધિત ઉપાય કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. તો ચાલો જાણીએ કે અક્ષય તૃતીયા પર તુલસી સાથે સંબંધિત કયા શુભ ઉપાય કરવા જોઈએ.
આ પણ વાંચો: ચીન બાદ વધુ એક દેશ પાકિસ્તાનની પડખે, હથિયારો સાથે હરક્યુલસ એરક્રાફ્ટ મોકલ્યું
અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે. આ ઉપરાંત આ દિવસે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ અને તેના મંત્ર 'ૐ નમો તુલસી દેવ્યાય'નો જાપ કરવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત થશે. બીજી તરફ અક્ષય તૃતીયાના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનું મૂળ ચોક્કસ બાંધવું જોઈએ. આ એક ઉપાયથી માતા લક્ષ્મી જાતકને ધન પ્રદાન કરે છે. આ સાથે જ અક્ષય તૃતીયાના દિવસે તુલસીના મૂળને લાલ કપડામાં બાંધીને તિજોરી અથવા પર્સમાં પણ રાખવું જોઈએ. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે.