Get The App

Vastu Tips: નવા વર્ષના આગમન પહેલા ઘરમાંથી આ વસ્તુઓને કરી દો બહાર, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
Vastu Tips: નવા વર્ષના આગમન પહેલા ઘરમાંથી આ વસ્તુઓને કરી દો બહાર, માતા લક્ષ્મી થશે પ્રસન્ન 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2023 સોમવાર

નવા વર્ષના આગમનમાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવાવર્ષની લોકો આતુરતાથી રાહ જોતા રહે છે. તમામની ઈચ્છા હોય છે કે નવા વર્ષે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે અને હંમેશા આશીર્વાદ રહે, ધનની અછત ન વર્તાય. જોકે તમે નવા વર્ષના આગમન પહેલા પોતાના ઘરમાંથી અમુક વસ્તુઓ બહાર કરી દો તો નવા વર્ષે ઘરમાં ખુશીઓનું આગમન થશે અને ઘરમાંથી દરિદ્રતા દૂર થશે. 

નવા વર્ષના આગમન પહેલા ઘરમાંથી આ વસ્તુઓ બહાર કરી દો

જો તમારા ઘરમાં તૂટેલો કાચ છે તો નવુ વર્ષ આવે તે પહેલા તેને ઘરમાંથી બહાર કાઢી દો. એવુ માનવામાં આવે છે કે ઘરમાં તૂટેલો કાચ હોવાથી નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળનું ખાસ મહત્વ જણાવાયુ છે. જો ઘરમાં ખરાબ થઈ ગયેલી ઘડિયાળ છે તો તેને નવા વર્ષના આગમન પહેલા ઘરમાંથી બહાર કરી દો કેમ કે ખરાબ ઘડિયાળ ઘરમાં હોવાથી પરિવારના સભ્યોના નસીબ પર ખરાબ અસર પડે છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વૃક્ષ હોવા શુભ હોય છે. જો તમારા ઘરમાં કાંટાળા છોડ કે વૃક્ષ છે તો તેને ઝડપથી ઘરમાંથી બહાર કરી દો કેમ કે ઘરમાં કાંટાળા વૃક્ષ-છોડ હોવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

જો તમારા મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ છે તો તેને કોઈ તળાવ કે નદીમાં પધરાવી દો. એવુ માનવામાં આવે છે કે ખંડિત મૂર્તિની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થતી નથી. 

નવા વર્ષે ઘરમાં આ વસ્તુઓ લાવો

જો તમે ઈચ્છો છો કે નવુ વર્ષ ખુશીઓ, સુખ, સમૃદ્ધિ અને રૂપિયાથી ભરેલુ રહે તો આ માટે નવા વર્ષે તુલસી, મોરપંખ, ચાંદીનો કાચબો, લાફિંગ બુદ્ધા અને શંખને ઘરે લઈ આવો. માન્યતા છે કે નવા વર્ષમાં આ વસ્તુઓને ઘરે લાવવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનનો લાભ મળે છે. આ સિવાય બિઝનેસમાં વધારો થાય છે.


Google NewsGoogle News