હોલિકા દહનની રાત્રે કરો આ સિદ્ધ ઉપાય, બદલાઈ જશે તમારું ભાગ્ય, મળશે નવી નોકરી-કારોબાર

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો હોલિકા દહનની અગ્નિમાંથી બચેલી રાખ ઘરે લાવો

વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોળી દહનની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચઢાવો

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
હોલિકા દહનની રાત્રે કરો આ સિદ્ધ ઉપાય, બદલાઈ જશે તમારું ભાગ્ય, મળશે નવી નોકરી-કારોબાર 1 - image

હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે. વૈદિક પંચાંગ મુજબ આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીની પૂજા 24મી માર્ચે કરવામાં આવશે. તેમજ બીજા દિવસે 25મી માર્ચે ધુળેટી મનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હોળીની રાતને તંત્ર ક્રિયાની દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમા અહીં અમે તમને કેટલાક એવા સિદ્ધ ઉપાયો વિશે જણાવીશુ. હોળીની રાત્રે આ કરવાથી ધનમાં વદ્ધિ થઈ શકે છે. નવી નોકરી સાથે વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ તેના ઉપાયો શું છે...

ધન-સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાય

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો હોલિકા દહનની અગ્નિમાંથી બચેલી રાખ ઘરે લાવો, તેને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને તમે ધન રાખતા હોય તે જગ્યાએ રાખો, એટલે કે તમારા કબાટ અથવા જે જગ્યાએ પૈસા રાખતા હોય ત્યા રાખો. આમ કરવાથી ધનમાં વૃદ્ધિના યોગ બને છે. આ સાથે ધનને આવવાનો નવો માર્ગ બને છે. 

મનોકામના પૂરી કરવા માટે

જો તમારું કોઈ કામ બાકી હોય તો હોલિકા દહનના સમયે 7 પાનના પત્તા લો. ત્યાર બાદ હોલિકા દહનની 7 વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાન નાખો. આ રીતે 7 પરિક્રમાના 7 પાન હોલિકા દહનમાં જશે. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે. તેમજ જીવનમાં સમૃદ્ધિ આવશે.

ધંધા- કારોબાર વધારવા માટેનો ઉપાય

જો વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોળી દહનની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી વેપાર-ધંધા અને નોકરીમાં પ્રગતિ થશે.આ સાથે વેપારમાં પણ સારો ધનલાભ થશે.

અટકેલા કામ પૂરી થશે

હોળીની રાત્રે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને ભગવાનને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમારું કામ થવા લાગશે. તેમજ જીવનમાં સુખ-શાંતિ બની રહેશે.

હોળીકાની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો

જો તમે પૈસા કમાવો છો પરંતુ પૈસા બચતા નથી અથવા બચાવી શકતા નથી, તો હોલિકાની અગ્નિમાં નારિયેળ ચઢાવો. આમ કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે. આ સાથે સળગતી હોળીમાં નારિયેળની સાથે પાન અને સોપારી પણ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.


Google NewsGoogle News