ધનતેરસ પર કરો મીઠાંના આ 5 ઉપાય, પૈસાની તંગી થશે દૂર, થઈ શકે છે ધનલાભ
Image Source: Freepik
અમદાવાદ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર
ક્યારે છે ધનતેરસ 2023
આ વખતે ધનતેરસ 10 નવેમ્બર શુક્રવારે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાય તમારી ગરીબી દૂર કરી શકે છે. જેમાંથી અમુક ઉપાય સાધારણ મીઠાંના પણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં મીઠાંનું ખાસ મહત્વ છે.
શુક્ર સંબંધિત છે મીઠું
મીઠું શુક્ર ગ્રહથી સંબંધિત છે. આ ગ્રહ આપણને રૂપિયા અને સુખ પ્રદાન કરે છે. તેથી ધનતેરસ પર મીઠું જરૂર ખરીદો અને તેના ઉપાય પણ કરો .
ધન લાભ માટે ઉપાય
ધનતેરસ પર મીઠું ખરીદીને ઘરે લાવો અને તેને એક કાચની વાટકીમાં ભરીને ઘરના પૂર્વ ખૂણામાં રાખો. તેનાથી ઘરનો વાસ્તુ દોષ તો દૂર થશે જ સાથે જ ધીમે-ધીમે રૂપિયાની તંગી પણ દૂર થશે.
નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય
જો તમારા ઘરમાં નકારાત્મકતા ખૂબ વધુ છે તો તમે ધનતેરસ પર પાણીમાં થોડુ મીઠું મિલાવીને પૂરા ઘરમાં સફાઈ કરો. તેનાથી સકારાત્મકતા વધશે અને ટૂંક સમયમાં શુભ ફળ પણ મળશે.
ચિંતા દૂર કરવા માટે ઉપાય
ધનતેરસ પર આખુ મીઠું ખરીદીને લાવો અને દિવાળી પર તેને પૂજા સ્થાન પર રાખો બાદમાં ઘરના તે ભાગમાં મૂકી દો, જ્યાં અંધારુ વધુ રહે છે. તમારી ચિંતા દૂર થઈ જશે.
બિઝનેસ ગ્રોથ માટે ઉપાય
બિઝનેસની પ્રગતિ માટે ધનતેરસ પર દુકાન-ઓફિસમાં એક મીઠાંનું પડીકુ બનાવીને ઈશાન કોણમાં રાખો જે કોઈ જોઈ ન શકે તે રીતે મૂકો. તેનાથી તમારો બિઝનેસ વધશે અને ખૂબ પ્રગતિ કરશો.
દેવુ મુક્તિ માટે ઉપાય
જો તમારે ખૂબ દેવુ થઈ ગયુ હોય તો તમે ધનતેરસ પર એક કાચના ગ્લાસમાં પાણી અને મીઠું મિલાવીને ઘરદક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકી દો. તેનાથી તમારી મુશ્કેલી દૂર થઈ શકે છે.