Get The App

શુક્રવારે કરો આ 3 કામ, માતા લક્ષ્મીની રહેશે અપાર કૃપા, પૈસાથી ખિસ્સા ભરાઈ જશે!

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
શુક્રવારે કરો આ 3 કામ, માતા લક્ષ્મીની રહેશે અપાર કૃપા, પૈસાથી ખિસ્સા ભરાઈ જશે! 1 - image


Puja of Mata Lakshmi on Friday : હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ ભગવાનને સમર્પિત હોય છે. એ રીતે માતા લક્ષ્મીજીને શુક્રવાર સમર્પિત છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો આ દિવસે કોઈ વ્યક્તિ સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે, તો ભક્તોને તેનો ઘણો લાભ મળે છે. એવા ઘણા લોકો છે, જેઓ જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા સામે લડી રહ્યા છે. કેટલાક લોકો એવા હોય છે, જેમને સતત આર્થિક સમસ્યા રહેતી હોય છે. આવા લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ અને કેટલાક ચમત્કારી મંત્રોનો જાપ કરવા જોઈએ. જેનાથી પૈસાની સમસ્યાઓથી રાહત મળે છે ઉપરાંત વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.

શુક્રવારે આ મંત્રનો પાઠ કરો

દેવી લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા  માટે શુક્રવારે તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને મંત્રોનો જાપ કરવો જોઈએ. તમને જણાવી રહ્યા છીએ કે, આ દિવસે તમારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ જેથી માતાજીની કૃપા તમારા પર પડે અને તમારા જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય.

1- જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં ધન-સંપત્તિ હોય તો તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને કેટલાક મહત્ત્વપૂર્ણ મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે આ દિવસે તમારી ભક્તિ પ્રમાણે ‘ઓમ્ શ્રીં શ્રીં શ્રીં કમલે કમલે કમલાલાયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યાય નમઃ’ મંત્રનો જાપ કરશો તો તમને તેનો અવશ્ય લાભ મળી શકે છે. આ સિવાય જો તમને આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે ‘શ્રી હ્રીં શ્રી’ મંત્રનો જાપ પણ કરી શકો છો.

2- જો તમે ઇચ્છો છો કે તમારું જીવન ઉજ્જવળ બને અને કોઈ પણ પ્રકારની પરેશાની તમને અવરોધી ન શકે, તો તમારે તમારા બૌદ્ધિક વિકાસ માટે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

3- જો તમે વિદેશ જવા પ્લાન કરી રહ્યા છો અને તમારું કામ અટકી રહ્યું છે, તો તમે મંત્ર જાપ કરીને આ અવરોધ દૂર કરી શકો છો. જો તમે આ દિવસે ઓમ ગ્રાં હ્રીં ગ્રાં સ: બૃહસ્પત્યે નમઃ નામના મંત્રનો જાપ કરો છો, તો તેનાથી વિશેષ લાભ થાય છે.

શુક્રવારે કરો આ 3 વસ્તુઓનું દાન

શુક્રવારે પરોપકારના કાર્ય કરવાથી ઘણા ફાયદા થાય છે. જો આ દિવસે કેટલીક મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું દાન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, શુક્રવારે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે તમે દૂધમાંથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો. 

આ ઉપરાંત આ દિવસે લોટનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે હિન્દુ ધર્મમાં મીઠું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. પરંતુ પંડિતોના મતે શુક્રવારના દિવસે મીઠાનું દાન કરી શકાય છે, આ દિવસે સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવાથી પણ લાભ થાય છે અને માતાજીની કૃપાથી બગડેલા કામ પણ થાય છે.


Google NewsGoogle News