જલ્દી લગ્ન થાય તે માટે કરો મા કાત્યાયનીની પૂજા-આરતી, જાણો તેની વિધિ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
જલ્દી લગ્ન થાય તે માટે કરો મા કાત્યાયનીની પૂજા-આરતી, જાણો તેની વિધિ 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 20 ઓક્ટોબર 2023 શુક્રવાર

માતા દુર્ગાની 6ઠ્ઠી શક્તિ માતા કાત્યાયનીની પૂજા કરવાથી પ્રેમના માર્ગમાં આવનારા અવરોધો દૂર થાય છે અને ભક્તોને સુખી વૈવાહિક જીવનના આશીર્વાદ મળે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રી શક્તિનું સ્વરૂપ પણ છે.

20 ઓક્ટોબર 2023એ માતા કાત્યાયનીની પૂજા થશે. આ દિવસથી દુર્ગા પૂજા પણ શરૂ થઈ જશે. માતા કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે લોકો વ્રત પણ રાખે છે. માતા કાત્યાયની વ્રત સાથે જોડાયેલી માન્યતા એ છે કે તેને સૌથી પહેલા કૃષ્ણની ભૂમિ, ભીર ભૂમિની ગોપીઓ દ્વારા કૃષ્ણને પતિ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યુ હતુ. માતાના આ રૂપને પ્રસન્ન કરવા માટે માતા કાત્યાયનીની પૂજા કરો અને તેમની સાથે જોડાયેલા અમુક ઉપાય કરો.

માતા કાત્યાયનીની આરતી

જય-જય અંબે જય કાત્યાયની

જય જગમાતા જગ કી મહારાની

બૈજનાથ સ્થાન તુમ્હારા

વહા વરદાતી નામ પુકારા

કઈ નામ હૈ કઈ ધામ હૈ

યહ સ્થાન ભી તો સુખધામ હૈ

હર મંદિર મે જ્યોત તુમ્હારી

કહી યોગેશ્વરી મહિમા ન્યારી

હર જગહ ઉત્સવ હોતે રહતે

હર મંદિર મે ભગત હૈ કહતે

કત્યાની રક્ષક કાયા કી

ગ્રંથિ કાટે મોહ માયા કી

જૂઠ મોહ સે છુડાને વાલી

અપના નામ જપાને વાલી

ગુરૂવાર કો પૂજા કરિએ

ધ્યાન કાત્યાયની કા ધરિએ

હર સંકટ કો દૂર કરેગી

ભંડારે ભરપૂર કરેગી

જો ભી ભક્ત મા કો પુકારે

કાત્યાયની સબ કષ્ટ નિવારે

જય જય અમ્બે, જય કાત્યાયની

જય જગમાતા, જગ કી મહારાની

મા કાત્યાયની કથા

એક પૌરાણિક કથા અનુસાર શ્રીકૃષ્ણને પતિના સ્વરૂપમાં મેળવવા માટે વ્રજની ગોપીઓએ માતા કાત્યાયનીની આરાધના કરી હતી તેથી તેમને બ્રજભૂમિની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે. ધર્મ ગ્રંથો અનુસાર દેવી ઋષિ કાત્યાયનના કઠોર તપથી પ્રસન્ન થઈને દેવી કાત્યાયનીએ તેમની પુત્રીના રૂપમાં જન્મ લીધો. સૌથી પહેલા કાત્યાયન ઋષિએ જ માતાની પૂજા કરી હતી.

માતા કાત્યાયનીના ઉપાય

માતા કાત્યાયનીને 3 હળદરની ગાંઠ ચઢાવો. હે ગૌરિ શંકરાર્ધાંગિ યથા ત્વં શંકરપ્રિયા. તથા માં કુરુ કલ્યાણિ કાન્તકાતાં સુદુર્ભભામ. આ મંત્રનો 5 માળા જાપ કરો. છાણા સળગાવીને તેની પર લવિંગ અને કપૂરની આહુતિ આપો. માન્યતા છે લગ્ન અને લગ્ન જીવન સંબંધિ દરેક સમસ્યાનું નિવારણ થાય છે. 

કોઈકની કુંડલી પર મંગલ દોષના પ્રભાવને સમાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ ખૂબ લાભકારી હોય છે.


Google NewsGoogle News