Get The App

ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુને આટલા દિવસ સુધી ન કરતા ઉપયોગ, જાણીલો તેનુ કારણ

આ દરેક વસ્તુઓને દેવી લક્ષ્મીજીની સામે રાખીને તેની પૂજા કરવી જોઈએ

ધનતેરસના દિવસે ખરીદી કરવા માટેનો શુભ સમય સાંજે 05:05 થી 06:41 સુધીનો છે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુને આટલા દિવસ સુધી ન કરતા ઉપયોગ, જાણીલો તેનુ કારણ 1 - image
Image  Social Media

તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર 

Dhanteras 2023 Pujan Muhurat: કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસની તિથિને ધનતેરસના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસથી દિપોત્સવી પર્વની શરુઆત થાય છે. ધનતેરસના દિવસે સમુદ્ર મંથનથી ભગવાન ધન્વંતરી ધનથી ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે ખરીદેલી વસ્તુઓ સુખ સમૃદ્ધિ આપે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી, તાંબુ-પિતળના વાસણો, ઘર વગેરે ખરીદવાની પરંપરા રહેલી છે. જોકે ધનતેરસના દિવસે ખરીદી કરવાના પણ કેટલાક નિયમો ધર્મ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. આ વર્ષે 10 નવેમ્બર 2023ના રોજ ધનતેરસ છે. આવો ધનતેરસની ખરીદી અને તેના ઉપયોગને લઈને જોડાયેલી વાત પર ધ્યાન આપીએ. 

ધનતેરસની ખરીદીમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ધનતેરસના શુભ દિવસે એવી કોઈ પણ અશુભ વસ્તુ ન ખરીદવી જોઈએ કે, જેનો સીધો સંબંધ શનિ કે રાહુ સાથે રહેલો હોય. જેમ કે લોખંડ, સ્ટીલ, પ્લાસ્ટિક, કાચ વગેરે પ્રકારની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

ધનતેરસના દિવસે જો તમે સોના-ચાંદી જેવી મોંઘી વસ્તુઓ ના ખરીદી શકો તો તાંબા અને પિત્તળના વાસણોની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય ધાણાની ખરીદી કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓનો આટલા દિવસો સુધી ઉપયોગ ન કરવો 

ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વિશે એક મહત્વની વાત યાદ રાખવી કે, આ દિવસે ઘરેમાં લાવેલી વસ્તુઓને દિવાળી સુધી ઉપયોગ ન કરવો. તેના બદલે દિવાળીના દિવસે આ દરેક વસ્તુઓને દેવી લક્ષ્મીજીની સામે રાખીને તેની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ તેનો ઉપયોગ કરવો જોઈએ. 

ધનતેરસના દિવસે ખરીદી કરવાનો શુભ સમય

ધનતેરસ એટલે કે કારતક મહિનાની તેરસ તિથિ અને તા. 10 નવેમ્બરના રોજ બપોરે 12:35 વાગ્યેથી બીજા દિવસે  એટલે કે તા. 11 નવેમ્બરના રોજ 01:57 વાગ્યા સુધી ચાલુ રહેશે. ધનતેરસના દિવસે ખરીદી કરવા માટેનો શુભ સમય સાંજે 05:05 થી 06:41 સુધીનો છે.


Google NewsGoogle News