Get The App

Holika Dahan પર ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, નહીંતર જીવનમાં મુશ્કેલી આવવાની છે માન્યતા

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
Holika Dahan પર ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, નહીંતર જીવનમાં મુશ્કેલી આવવાની છે માન્યતા 1 - image


Do not make these 5 mistakes on Holika Dahan: હિન્દુ ધર્મના દરેક તહેવારોનુ ધાર્મિક મહત્વ રહેલું છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે અને તેના બીજા દિવસે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર લોકો હોલિકાની પરિક્રમા કરીને તેની પૂજા કરે છે. તેમજ હોળીને નાળિયેર, ધાણી,  ખજૂર વગેરનો ભોગ ચઢાવે છે. પંચાંગ અનુસાર, 24મી માર્ચની રાત્રે ભદ્રકાળ પસાર થયા પછી હોલિકા દહનનો શુભ સમય 11.14 વાગ્યાનો છે. હોલિકા દહન દરમિયાન, લોકો તેમના જીવનની પરેશાનીઓને ઘટાડવા માટે વિવિધ પ્રકારની પૂજાઓ અને ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ કેટલાક લોકો માટે જ્યોતિષ શાસ્ત્રમાં હોલિકા દહનને ચોક પર જોવાની મનાઈ છે. આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે.

લગ્ન પછી પહેવાર સાસરે આવતી કન્યાએ

શાસ્ત્રો અનુસાર જે કન્યા લગ્ન પછી પહેલીવાર પોતાના સાસરે આવે છે તેણે હોલિકા દહન ન જોવું જોઈએ. આને શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે, આનાથી વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સગર્ભા સ્ત્રીઓએ રાખવી સાવધાની 

સગર્ભા સ્ત્રીઓએ પણ હોલિકા દહન જોવાનું ટાળવું જોઈએ. જેનાથી બાળક પર અશુભ અસર કરી શકે છે. આ સિવાય હોલિકાની પ્રદક્ષિણા કરવી પણ અશુભ માનવામાં આવે છે. 

નવજાત બાળકને પણ હોલિકા દહન ન બતાવવું જોઈએ

શાસ્ત્રો અનુસાર, નવજાત બાળકને પણ હોલિકા દહન ન બતાવવું જોઈએ. આમ કરવાથી તમારા બાળકને નકારાત્મકતાનો સામનો કરવો પડી શકે છે. નકારાત્મક ઉર્જા બાળક પર અસર કરી શકે છે. એવું કહેવાય છે કે, હોલિકા દહનમાં દરેક વ્યક્તિ પોતાની નકારાત્મકતાને બલિદાન આપવા આવે છે.

સાસુ અને વહુએ સાથે ન જવું 

એવું કહેવાય છે કે, સાસુ અને વહુએ ક્યારેય એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ. આમ કરવાથી પરસ્પર મતભેદ વધી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરમાં પરેશાનીઓ વધવાની પણ સંભાવના છે.

એકમાત્ર બાળકના માતાપિતાએ કાળજી લેવી

જે માતા-પિતાનું એક જ સંતાન છે તે હોલિકાના દર્શન કરે તે શુભ નથી. ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ.

Holika Dahan પર ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, નહીંતર જીવનમાં મુશ્કેલી આવવાની છે માન્યતા 2 - image


Google NewsGoogle News