Vastu Tips: ઘરના મુખ્ય દરવાજાની સામે ભૂલથી પણ ન રાખવી આ 4 વસ્તુઓ, નહીંતર થઈ જશો પરેશાન
Image Source: Freepik
અમદાવાદ, તા. 06 ડિસેમ્બર 2023 બુધવાર
ઘરની અંદરની સજાવટ અને બનાવટનો સીધો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે છે. વાસ્તુ શાસ્ત્રના અંતર્ગત ઘરની બારી, દરવાજા, પૂજા સ્થળ, રસોડુ, બેડરૂમની સાથે બાથરૂમની દિશા અને બનાવટની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘરની બહાર પણ વાસ્તુને લઈને અમુક ખાસ વાતોનો ખ્યાલ રાખવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મેઈન ગેટની સામે કોઈ મોટો પથ્થર કે પીલર હોવુ જોઈએ નહીં. તેને વાસ્તુ દોષ માનવામાં આવે છે. આવુ થવા પર ઘરમાં કોઈ પણ કામમાં અડચણ આવતી રહે છે. આ સિવાય ઘરની સુખ શાંતિ પણ ભંગ થાય છે.
ઘરની સામે પેટ્રોલ પંપ અને ધોબીની દુકાન હોવી પણ વાસ્તુ દોષનું કારક હોય છે. તેનાથી ઘરની અંદર મુશ્કેલી રહે છે.
આ સિવાય ઘરના મેઈન ગેટની સામે ગેરેજ કે રૂમ પણ ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં અકાળે પરેશાની આવી શકે છે. આ સિવાય ધન હાનિની પણ સંભાવના રહે છે. આ સિવાય માનસિક તણાવ પણ વધે છે.
આ સિવાય ઘરની સામે જો કોઈ જૂનુ અને નુકસાનગ્રસ્ત મકાન કે ફ્લેટ છે તો તેનાથી પણ તમારા જીવનમાં મુશ્કેલી આવી શકે છે.