ઘરમાં પણ અમુક જગાએ સ્વર્ગસ્થ પરિવારજનની તસવીર ના લગાવાય, જાણો જ્યોતિષના નિયમો
Image Source: Freepik
Deceased Member Picture: ઘરના કોઈ સદસ્યનું મૃત્યુ થઈ જાય પછી તે પિતૃ બની જાય છે. તે પિતૃઓ પછી માત્ર યાદમાં જ રહી જાય છે. તેમની તસવીરને ઘરમાં લગાવીને તેમની પૂજા-આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે પિતૃપક્ષ ચાલી રહ્યો હોય ત્યારે. તે સમયે પૂજા સ્થળ પર પિતૃની તસવીર લગાવીને તેમની પૂજા-આરાધના કરે છે. પરંતુ સ્વર્ગસ્થ પરિવારજનની ઘરમાં તસવીર લગાવીને પૂજા-આરાધના કરવી કેટલી યોગ્ય છે. જાણો જ્યોતિષના નિયમો શું કહે છે.
થોડા જ દિવસોમાં પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. ઘણા લોકો પિતૃપક્ષ દરમિયાન પોતાના સ્વર્ગસ્થ પરિવારજનની તસવીર પૂજા સ્થળમાં અથવા રૂમમાં લગાવીને તેનીપૂજા-આરાધના કરે છે. તે તદ્દન ખોટું છે. પૂર્વજની તસવીર ઘરમાં લગાવવી જોઈએ, તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમના આશીર્વાદથી વંશમાં વૃદ્ધિ થાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી જગાઓ છે જ્યાં પૂર્વજની તસવીર ભૂલથી પણ ન લગાવવી જોઈએ.
આ જગાએ પર સ્વર્ગસ્થ પરિવારજનની તસવીર ન લગાવવી
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની બે જગાઓ પર સ્વર્ગસ્થ પરિવારજનની તસવીર લગાવીને પૂજા-આરાધના ન કરવી જોઈએ. એક પૂજા સ્થળમાં અને બીજી પોતાના રૂમમાં અથવા લિવિંગ રૂમમાં. આ સાથે જ જે રૂમમાં તમે સૂવો છો એ રૂમમાં તો ભૂલથી પણ સ્વર્ગસ્થ પરિવારજનની તસવીર ન લગાવવી જોઈએ.
આ જગા પર લગાવો સ્વર્ગસ્થ પરિવારજનની તસવીર
ઘરમાં પૂર્વજની તસવીર લગાવવી એ સારું માનવામાં આવે છે. તેનાથી પૂર્વજ પ્રસન્ન થાય છે. અને જો પૂર્વજ પ્રસન્ન થઈ ગયા તો ઘરમાં ક્યારેય પણ કષ્ટ, આર્થિક સંકડામણ, પારિવારિક ઝઘડો નહીં થશે. જ્યારે પણ પૂર્વજની તસવીર લગાવો તો ઘરના દક્ષિણ દિશામાં અને બેઠક રૂમ એટલે કે હોલમાં લગાવો તેનાથી શુભ પ્રભાવ પડે છે.