Diwali 2023: દિવાળી પર માતા લક્ષ્મીને કરો આ રીતે પ્રસન્ન,ધનની થશે વર્ષા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
Diwali 2023: દિવાળી પર માતા લક્ષ્મીને કરો આ રીતે પ્રસન્ન,ધનની થશે વર્ષા 1 - image


નવી દિલ્હી,તા. 2 નવેમ્બર 2023, ગુરુવાર 

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી દેવી સીતા અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પરત ફર્યા હતા. 

બીજી એક માન્યતા એ પણ છે કે, આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો. તેથી, આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. જે ઘરમાં ગંદકી હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો. તેથી જ દિવાળીમાં  આખા ઘરમાં સાફ સફાઇ અને નવી વસ્તુઓ લાવવામાં આવે છે.

આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે

વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરની સજાવટ કરવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

તો જાણીએ દિવાળી વાસ્તુ પર કઇ રીતે સજાવીએ ઘર?

દિવાળી પહેલા ઘરમાંથી એવી બધી જૂની અને નકામી વસ્તુઓ કાઢી નાખો. ઘરની જૂની વસ્તુઓ નકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે, જેનાથી ઘરમાં સુખ નથી આવતું. જેના કારણે માતા લક્ષ્મીનો પણ ઘરમાં પ્રવેશ થતો નથી. તેથી જ ઘરમાંથી જૂની વસ્તુઓ, અખબારોના ઢગલા, તૂટેલા અરીસા, ફાટેલા કપડા, ઘસાઈ ગયેલા જૂતા અને ચપ્પલ – આ બધી વસ્તુઓ દિવાળી પહેલા કાઢી નાખવી જોઈએ. 

દિવાળીની સફાઈ દરમિયાન ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સારી રીતે સાફ કરો. દરવાજામાંથી કોઈપણ પ્રકારનો અવાજ આવવાને શુભ શુકન માનવામાં આવતું નથી. આ પછી મુખ્ય દ્વાર પર ચાંદીનું સ્વસ્તિક અને દેવી લક્ષ્મીના ચરણોનું પ્રતીક લગાવો. કેરીના પાન પણ લગાવી શકો છો. 

ઈશાન ખૂણાને સ્વચ્છ રાખો

ઘરની પૂર્વ અને ઉત્તર દિશાઓ જ્યાં મળે છે તેને ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો કહેવામાં આવે છે. ઘરના આ સ્થાનને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે, તેથી ઘરની આ વિશેષ જગ્યા સ્વચ્છ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જગ્યાએ બિનજરૂરી વસ્તુઓ ન રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. 



Google NewsGoogle News