દિવાળી અને બેસતુ વર્ષ : નવા વર્ષે પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત અને સમય

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
દિવાળી અને બેસતુ વર્ષ : નવા વર્ષે પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત અને સમય 1 - image
Image Social Media

તા.12 નવેમ્બર 2023, રવિવાર 

હિંદુ પંચાગ અનુસાર, શ્રાવણ મહિનાથી સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર ગણાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરૂં મહત્વ હોય છે.  ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે કારણ કે દેવ ઉઠી એકાદશી શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ પાંચમે પૂર્ણ થાય છે. ત્યારે જાણો આ તહેવારોના શુભ મુહૂર્તો વિશે...

દિવાળી-દીપાવલી (12-11-2023)

આસો વદ ચૌદશ તા. 12-11-2023 રવિવારના રોજ દિવાળી-દીપાવલીનું શુભ વર્ષ છે. લક્ષ્મીપૂજન-શારદાપૂજન માટે શ્રેષ્ઠ દિવસ છે. નરક ચતુર્દશી-રૂપ ચતુર્દશી પણ છે.

સમય:-

- સવારના ૮ ક. ૨૦ મિ. થી બપોરના ૧૨ ક. ૨૦ મિ. સુધી

- બપોરના ૧ ક. ૩૦ મિ.થી ૨ ક. ૪૫ મિ. સુધી

સ્વાતિયુક્ત અમાવસ્યા

- બપોરના ૨ ક. ૪૫ મિ. થી ૩ ક. ૧૦ મિ. સુધી

- સાંજના ૫ ક. ૫૮ મિ. થી ૧૦ ક. ૪૫ મિ. સુધી

- રાતના ૧૨ ક. ૪૦ મિ.થી ૨ ક. ૪૫ મિ. સુધી

બેસતુ વર્ષ : વિક્રમ સંવત-૨૦૮૦ (14-11-2023)

વિક્રમ સંવત 2080નો પ્રારંભ કારતક સુદ એકમ તા. 17-11-2023 મંગળવાર ના રોજ થાય છે. બેસતુ વર્ષ, નૂતન વર્ષ છે.

પરંપરાગત પ્રણાલિ પ્રમાણે બેસતા વર્ષે મુહુર્ત કરનારે નવા વર્ષનું મુહુર્ત કરવું.

નવા વર્ષે પેઢી ખોલવાનું-મુહુર્ત કરવાનો સમય

- સવારના ૯ ક. ૪૦ મિ. થી બપોરના ૧ ક. ૪૫ મિ. સુધી.

- ભાઈબીજ, યમ દ્વિતિયા, ગોવર્ધન પૂજા, અન્નકૂટ (15-11-2023)

લાભ પાંચમ (18-11-2023)

કારતક સુદ પાંચમ શનિવાર તા. ૧૮/૧૧/૨૦૨૩ના રોજ લાભ પાંચમ છે. શ્રી પંચમી સૌભાગ્ય પંચમી, પાંડવપંચમી છે. જૈન જ્ઞાનપંચમી છે.

આજે લાભપાંચમ-શ્રીપંચમીએ વેપાર-ધંધાના મુર્હુત કરવા-સોદા કરવા, પેઢી ખોલવા માટે ઉત્તમોત્તમ દિવસ છે. વિદ્યાભ્યાસનો પ્રારંભ કરવા, જ્ઞાન પ્રાપ્ત કરવા આજનો દિવસ શ્રેષ્ઠ છે.

સમય:-

- સવારના ૮ ક. ૨૦ મિ.થી ૯ ક. ૪૦ મિ. સુધી

- બપોરના ૧૨ ક. ૩૦ મિ. થી ૧ ક. ૪૫ મિ. સુધી

જલારામ જયંતી (19-11-2023)

કારતક સુદ-છઠ તા. ૧૯/૧૧/૨૦૨૩ રવિવારના રોજ જલારામ જયંતી છે. આજે ભાગીતિથિ છે. સાતમનો ક્ષય છે.

દેવઉઠી એકાદશી (23-11-2023)

કારતક સુદ-અગીયારસ તા. ૨૩/૧૧/૨૦૨૩ ગુરૂવારના રોજ દેવઉઠી એકાદશી, પ્રબોધીની એકાદશી છે.

દેવ દિવાળી (27-11-2023)

કારતક સુદ-પૂનમ તા. ૨૭/૧૧/૨૦૨૩ સોમવાર ના રોજ દેવ દિવાળીનું શુભ પર્વ છે. શ્રી ગુરુનાનક જયંતી, શ્રી હેમચંદ્રાચાર્ય જયંતી છે. કાર્તિક સ્નાન તેમજ તુલસી વિવાહની સમાપ્તિ આજરોજ થશે. જૈન સિધ્યાચલજીની યાત્રા, કાર્તિકસ્વામિ દર્શન થશે. પુષ્કરમાં તેમજ સિધ્યપુરમાં મેળો ભરાશે.


Google NewsGoogle News