Get The App

Diwali 2024: દિવાળીના અવસર પર લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ કેમ થાય છે પૂજા? જાણો શું છે માન્યતા

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
Diwali 2024: દિવાળીના અવસર પર લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ કેમ થાય છે પૂજા? જાણો શું છે માન્યતા 1 - image


Diwali 2024 : દર વર્ષે આસો વદ અમાવસ્યાના દિવસે દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે દિવાળી 31 ઑક્ટોબર, ગુરુવારના રોજ મનાવવામાં આવી રહી છે. દિવાળીનું આ પાવન પર્વ મુખ્યત્વે ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફરવાના પ્રસંગને લઈને ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા એક સાથે કરવામાં આવે છે. પરંતુ શું તમે આનું કારણ જાણો છો? જો નથી જાણતાં તો આજે તેનું કારણ જાણીએ.

શું છે પૌરાણિક કથા ?

પૌરાણિક કથા પ્રમાણે, એકવાર દેવી લક્ષ્મીને અભિમાન થયું કે લોકો ધન, ધાન્ય અને સંપત્તિ માટે તેમની પૂજા કરે છે અને તેમને ખુશ કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીનો અહંકાર તોડવા માટે કહ્યું કે, ધનની દેવી હોવા છતાં તમે અધૂરા છો. ત્યારે માતા લક્ષ્મીએ તેનું કારણ પૂછ્યું તો ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે, સ્ત્રી જ્યાં સુધી માતૃત્વનું સુખ પ્રાપ્ત ન કરી લે, ત્યાં સુધી અધૂરી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ શબ્દો સાંભળીને માતા લક્ષ્મીને ખૂબ જ દુઃખ થયું.

ભગવાન ગણેશને આ વરદાન આપ્યું

એ પછી જ્યારે દેવી લક્ષ્મી દેવી પાર્વતીને મળ્યા ત્યારે તેમણે દેવી પાર્વતી સમક્ષ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું અને માતા પાર્વતીને કહ્યું કે, તમારે બે બે દીકરાઓ છે, તેથી કૃપા કરીને મને ગણેશને દત્તક પુત્ર તરીકે આપો. પહેલા તો માતા પાર્વતી આ સાંભળીને થોડાં ચિંતિત થઈ ગયા. માતા લક્ષ્મીજી તેમની ચિંતા સમજી ગયા અને કહ્યું કે, હું ગણેશજીને વરદાન આપું છું, કે જ્યાં પણ મારી પૂજા કરવામાં આવશે ત્યારે મારી સાથે સાથે ગણેશજીની પણ પૂજા થશે. એવું માનવામાં આવે છે કે, ત્યારથી દિવાળીના પર્વ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની એકસાથે પૂજા કરવામાં આવે છે. 

એટલા માટે અમે સાથે મળીને પૂજા કરીએ છીએ

હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દાતા તરીકે પૂજવામાં આવે છે. દિવાળીના તહેવાર પર ધન પ્રાપ્તિની કામના સાથે સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, તેનું કારણ કે એ છે કે, દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. અને માણસના મનની વાત કરીએ તો વ્યક્તિ પાસે જ્યારે પૈસા આવે છે, ત્યારે તેની બુદ્ધિ ફરી જાય છે. એટલે કે વ્યક્તિ પાસે વધુ પૈસા આવે એટલે અભિમાન કરવા લાગે છે. એટલે ધનની દેવીની સાથે બુદ્ધિના દેવતા એટલે કે ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. જેથી જ્યારે કોઈ વ્યક્તિને પૈસા મળે ત્યારે તે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી શકે.

બીજો મત એવો છે કે, જો કોઈ વ્યક્તિ શુદ્ધ બુદ્ધિ વગર સંપત્તિ મેળવે છે, તો તે વિનાશનું કારણ બને છે. આવી સ્થિતિમાં ધનની સાથે સાથે સારી બુદ્ધિ હોવી પણ જરૂરી છે, જેથી જીવનમાં સૌભાગ્ય, સુખ, સંપત્તિ અને કીર્તિ જળવાઈ રહે. એ જ કારણે દિવાળી પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા રહેલી છે. 


Google NewsGoogle News