Get The App

આજે કાળી ચૌદશ, દીવા પ્રગટાવવાના મુહૂર્ત સહિત જાણો ધ્યાનમાં રાખવી જેવી બાબતો

આ ચારમુખી દિવો દક્ષિણ દિશા બાજુ રાખવામાં આવે છે

માન્યતાઓ પ્રમાણે આ દિવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દુર થાય છે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
આજે કાળી ચૌદશ, દીવા પ્રગટાવવાના મુહૂર્ત સહિત જાણો ધ્યાનમાં રાખવી જેવી બાબતો 1 - image
Image Social Media

તા. 11 નવેમ્બર 2023, શનિવાર  

Kali Chaudash/Narak Chaturdashi 2022: દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, ધનતેરસના દિવસથી આ પર્વની શરુઆત થાય છે. તેમજ ધનતેરસના આગળનો દિવસ એટલે કે 11 નવેમ્બરના રોજ કાળી ચૌદશ અથવા તો નરક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સાંજે યમરાજાનો દિવો પ્રગટાવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે આ દિવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દુર થાય છે.

આ ચારમુખી દિવો દક્ષિણ દિશા બાજુ રાખવામાં આવે છે

કાશીના પંડિતના કહેવા પ્રમાણે યમનો દિવો ચાર મુખી હોય છે. અને તેને માટીના કોડિયાના બદલે આટાથી કોડિયું બનાવી તેમા દિવો કરવાનો હોય છે. આ ઉપરાંત આ દિવામાં ઘી નહીં પરંતુ સરસિયા તેલનો દિવો કરવામાં આવે છે. આ ચારમુખી દિવો દક્ષિણ દિશા બાજુ રાખવામાં આવે છે. 

આ છે તેનું શુભ મુહૂર્ત

આજે કાળી ચૌદશના દિવસે સાંજે 5.28 કલાકથી 7.10 કલાક સુધીનો સમય બેસ્ટ માનવામાં આવે છે. આ સાથે જ એવુ પણ કહેવામાં આવે છે કે, શનિવારે 1 વાગ્યે અને 57 મિનિટથી કાળી ચૌદશની શરુઆત થાય છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

આ દિવો આસો વદ ચૌદશના દિવસે પ્રગટાવવો જોઈએ

દિવો કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને દિવો કરવો.

યમનો દિવો પ્રગટાવતી વખતે દિવાનું મુખ દક્ષિણ દિશામાં હોવુ જોઈએ

સાંજના પ્રદોષ કાળના સમયે યમનો દિવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે 



Google NewsGoogle News