વિક્રમ સંવત 2080 : શેરબજાર માટે નવું વર્ષ કેવું રહેશે ?
શેરબજાર માટે પણ વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ મધ્યમ રહે
ઇલેક્ટ્રોનિક સામાન, ઓટોમોબાઈલ, બેકિંગ જેવા ક્ષેત્રોમાં તેજીનો માહોલ રહે
બજારો માટે વર્ષ કેવું ?
વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ બજારો માટે મધ્યમ રહે. સુર્ભિક્ષનું વાતાવરણ રહેવાને લીધે વસ્ત્ર-કપીઠ, તાંબુ-કપાસ, ચાંદી-સોનું, મગ વગેરે સસ્તા થાય. આ સિવાય દરેક પ્રકારની રસ-કસવાળી વસ્તુઓ સસ્તી થાય. પરંતુ જેઠ અને શ્રાવણ માસ દરમ્યાન ઘઉં, ચોખા, ચણા, મગ, અડદ-તલ વગેરેમાં મોંઘવારી જોવા મળે. ભાવમાં વધારો જણાય. વર્ષના ઉત્તરાર્ધમાં પશુઓમાં રોગનું પ્રમાણ મૃત્યુ ! વધતાં દૂધ-દૂધની બનાવટ જેવી કે દહીં, ઘી-માખણ, પનીર, મીઠાઈ વગેરેમાં ભાવવધારો જોવા મળે.
શેરબજાર માટે વર્ષ કેવું
શેરબજાર માટે પણ વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે બજાર તેજી-મંદીમાં અટવાયા કરે. પરંતુ ધીમે ધીમે સ્થિરતા પ્રાપ્ત કરી શકે. મંદીના માહોલમાંથી બહાર આવી તેજી તરફ પ્રગતિ કરો. તેલ, ઇલેક્ટ્રોનિક સામાન, ઓટોમોબાઈલ, બેકિંગ જેવા ક્ષેત્રોમાં તેજીનો માહોલ રહે. વૈશ્વિક ક્ષેત્રે ડોલરના મૂલ્યમાં ઘટાડો થતાં ભારતીય ચલણનું મૂલ્ય વધે. જેની અસર શેરબજાર પર રહે, પરંતુ વર્ષની મધ્યમાં વૈશ્વિક સ્તરે યુદ્ધનો માહોલ, અશાંતિ ઉભી થતાં પુનઃ બજારમાં અસ્થિરતા ઉભી થાય. તેમ છતાં બજાર મંદી-અસ્થિરતાને પચાવી તેજીનો રાહ પકડે.