વિક્રમ સંવત 2080 : સોનિયા ગાંધી અને કોંગ્રેસ માટે કેવું રહેશે નવું વર્ષ ?
કોંગ્રેસ માટે વર્ષ કેવું ?
વિક્રમ સંવત ૨૦૮૦ના વર્ષનો પ્રારંભ કોંગ્રેસ પક્ષ માટે વિકટ બની રહે. પક્ષની યશ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. પક્ષની અંદરના માણસો નજીકના માણસોથી જ સંભાળવું પડે ! આંતરવિગ્રહની પરિસ્થિતિ રહે ! નેતાઓના વાણીવિલાસથી સંભાળવું પડે ! સત્તાધીશ રાજ્યોમાંથી સત્તા ગુમાવવી પડે તેવું બને ? પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં થોડી રાહત થતી જાય. યુવા નેતાગીરી-નવી નેતાગીરી હેઠળ પક્ષમાં નવી આશા-નવા ઉત્સાહનો સંચાર થતો જોવા મળે. કેટલીક જગ્યાએ પુનઃ સત્તા પ્રાપ્તિ થાય કે નવી જગ્યાએ પક્ષનો ઉદય થાય ? તેમ છતાં સમગ્ર દેશ પર પુનઃ પોતાની છાપ છોડવામાં પક્ષને ઘણો સમય લાગશે.
સોનીયા ગાંધી માટે સમય કપરો !
વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ સોનીયા ગાંધી માટે કપરું બની રહે. શારિરીક માનસિક અસ્વસ્થતામાં વધારો થાય ! છાતીમાં પીઠમાં, ગરદન-ખભામાં દર્દ-પીડા રહે ? તે સિવાય રાજકીય-સરકારી-ખાતાકીય તપાસનો સામનો કરવો પડે ? કોર્ટ-કચેરીના પ્રશ્ને મુશ્કેલીમાં વધારો થાય ! સંતાન સાથે વાદ-વિવાદ-ગેરસમજ મનદુઃખ થાય ? જાહેરક્ષેત્રમાં વાણીની સંયમના રાખવી પડે. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી ! રાજકીય ક્ષેત્રે અપમાન નાલેશીનો સામનો કરવો પડે ! રાજકીય ક્ષેત્રમાંથી સંન્યાસ લેવાની ઇચ્છા થાય ! કે તેવા સંજોગો ઉભા થાય !