વિક્રમ સંવત 2080 : નવા વર્ષે આ 3 રાશીઓ પર જોવા મળશે ગુરુ-રાહુની અસર
ગુરુનું મેષ અને વૃષભ રાશિમાં પરિભ્રમણ
વર્ષ દરમ્યાન ગુરૂ ગ્રહ મેષ તેમજ વૃષભ રાશિમાંથી પસાર થઇ રહ્યો છે. તા. ૧-૫-૨૦૨૪ સુધી ગુરૂ મેષ રાશિમાંથી અને ત્યારબાદ વર્ષના અંત સુધી વૃષભ રાશિમાંથી પસાર થઇ રહ્યો છે. મેષના ગુરૂ દરમ્યાન સુર્ભિક્ષ રહે. પરંતુ રાજાઓમાં વિગ્રહ રહ્યા કરે. આંતરકલહનું વાતાવરણ સર્જાય. વસ્ત્ર, ચાંદી, તાંબુ, સોનું, કપાસ, મગ વગેરે સસ્તા થાય. પરંતુ અશ્વોમાં મહારોગ ઉત્પન્ન થાય તેમજ બ્રાહ્મણોને કષ્ટ-પીડા રહ્યા કરે. દક્ષિણોત્તર દેશમાં રાજ્યોમાં ક્યાંક છત્રભંગ પણ થઇ શકે છે. વૃષભમાં ગુરુ દરમ્યાન બધા રસ સસ્તા થાય. જેઠ અને શ્રાવણ માસ દરમ્યાન ઘઉં, ચોખા, ચણા, મગ, અડદ, તલ વગેરેમાં મોંધવારી જણાય. ભાવ વધે. વરસાદ ઓછો થાય. વૈશાખ અને આસો માસમાં પ્રજામાં પરસ્પર વિરોધનું વાતાવરણ ઉભું થાય. સ્ત્રીઓ અને હાર્થિઓને પીડા રહે, શૃંગાલ અને માળવામાં ઉત્પાત ઉત્પન્ન થાય. રાજાઓમાં વિગ્રહ જણાય. દેશ ભંગ થાય. ઘી અને ધાન્યમાં મંદી રહે. અષાઢ- શ્રાવણમાં વરસાદ રહે. ભાદરવામાં વરસાદની ખેંચ વર્તાય. પશુઓમાં રોગના પ્રમાણમાં વધારો થાય. મૃત્યુ થાય.
રાહુનું મીન રાશિમાં પરિભ્રમણ
વિક્રમ સંવત ૨૦૮૦ દરમ્યાન રાહુ મીન રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. વર્ષ દરમ્યાન પ્રજાએ સંભાળવું પડે. એક વર્ષ સુધી દુર્ભિક્ષ દુષ્કામનું વાતાવરણ રહે. પછી સુર્ભિક્ષ થાય. વીજળીનો ભય અને કષ્ટનું વાતાવરણ રહે. તેથી પ્રજા દ્વારા અન્નનો સંગ્રહ કરવો હિતાવહ રહે. વેપારીઓને અન્નના સંગ્રહથી બે-ત્રણ ગણો લાભ ફાયદો મળી રહે. આમ મીનના રાહુ દરમ્યાન પ્રજાની પીડામાં વધારો થાય. પ્રજાએ સમજદારીપૂર્વક અન્ન, માલ-મિલ્કતનું જતન કરવું પડે.