વિક્રમ સંવત 2080 : ભારત માટે નવું વર્ષ કેવું રહેશે ?
સ્વતંત્ર ભારતની કુંડળી પ્રમાણે વિક્રમ સંવત- ૨૦૮૦નો પ્રારંભ સંઘર્ષનો રહે. મોંઘવારીનો રહે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં અશાંતિનો માહોલ રહે. ઉત્તરપૂર્વીય સરહદે તણાવનું વાતાવરણ રહે. મણીપુર, સિક્કિમ, અરુણાચણપ્રદેશમાં આંતરવિગ્રહની પરિસ્થિતિ સર્જાય. સરહદો પર દુશ્મનની ગતિવિધિમાં વધારો થાય.
વર્ષના ઉત્તરાર્ધમાં જમ્મુ- કાસ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં, દિલ્હીમાં રાજકીય ફેરફાર સર્જાય. આતંકવાદી પ્રવૃત્તિઓમાં, હુમલાઓમાં વધારો થવાથી ભયનો માહોલ રહે. પ્રજામાં ડર રહે. ભરતખંડની કુંડળી પ્રમાણે વર્ષનો પ્રારંભ પશ્ચિમોત્તર સરહદે તણાવનું વાતાવરણ રહે.
પંજાબમાં ખાલીસ્તાની સમર્થકો વધતા જાય અને અલગ ખાલીસ્તાનની માંગણી ઉગ્ર બને. પાકિસ્તાનમાં પણ બલૂચિસ્તાનની માંગણી ઉગ્ર બને. સરહદ પારથી આતંકવાદીપ્રવૃત્તિઓમાં હુમલાઓમાં વધારો જણાય. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી જાય. પરંતુ પશ્ચિમ બંગાળ, કલકત્તા તેમજ આસપાસના વિસ્તારોમાં પ્રજાને કષ્ટપીડા રહે. મોંઘવારીમાં વધારો થાય. ચોરી-લૂંટફાટ, આંતરિક વિગ્રહમાં વધારો જણાય.