વિક્રમ સંવત 2080 : કુંડળી પ્રમાણે ગુજરાત માટે નવું વર્ષ મધ્યમ રહેશે

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
વિક્રમ સંવત 2080 : કુંડળી પ્રમાણે ગુજરાત માટે નવું વર્ષ મધ્યમ રહેશે 1 - image

ગુજરાત રાજ્યની કુંડળી પ્રમાણે વિક્રમ સંવત ૨૦૮૦નું વર્ષ મધ્યમ રહે. વર્ષનો પ્રારંભ સારો રહે. રાજ્યની વિચારધારા, પ્રગતિમાં વધારો થાય. સમગ્ર દેશમાં તેની ચર્ચા થાય ! આકસ્મિક લાભ ફાયદો મળી રહે. રાજ્યમાં નવા ઉદ્યોગોની શરૂઆત- સ્થાપના થાય ? પ્રજાની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય ! પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રજાની પીડામાં વધારો થાય ! મોંઘવારીમાં વધારો થાય ! પ્રજાની રાજ્યની આવકમાં ઘટાડો જણાય ! પાડોશી રાજ્યો સાથે વાદ- વિવાદથી સંભાળવું પડે ! સરહદી વિસ્તારમાં, તટરક્ષીય વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો જણાય ! સુરક્ષામાં વધારો ક૨વો પડે !


Google NewsGoogle News