Dhanteras 2024: ધનતેરસ પર સોનું ખરીદવા માટે શુભ મુહૂર્ત, મળશે મા લક્ષ્મીની કૃપા
Dhanteras 2024 Gold Buying Time : ધનતેરસની સાથે રોશનીના તહેવાર દિવાળીની શરુઆત થઈ જાય છે. દર વર્ષે આસો મહિનાની તેરસની તિથિના દિવસે ધનતેરસ ઉજવવામાં આવે છે. આ વખતે તેરસની શરુઆત 29 ઑક્ટોબરની સવારે 10:31 મિનિટે થઈ રહી છે અને સમાપ્તિ 30 ઑક્ટોબરના રોજ બપોરે 1:15 મિનિટે થશે. આ વખતે ધનતેરસની પૂજા 29 ઑક્ટોબર 2024 ના રોજ મનાવવામાં આવશે.
આ દિવસે લોકો વાસણ સહિત અનેક નવી વસ્તુઓ ખરીદતા હોય છે. જ્યારે કેટલાક લોકો સોનું ખરીદતા હોય છે. પરંતુ જો ધનતેરસની દિવસે તમે સોનું ખરીદવા ઇચ્છતાં હો તો તમારા માટે કયા સમય શુભ રહેશે. આવો તેના માટે વિગતવાર જાણીએ.
આ પણ વાંચો: કરણી સેનાએ લોરેન્સ બિશ્નોઈને આપી હત્યાની ધમકી, એક કરોડ 11 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર
ધનતેરસની પૂજા માટેનો શુભ સમય
આ વખતે ધનતેરસ પૂજાનો શુભ સમય માત્ર 1 કલાક 41 મિનિટનો રહેશે. 29 ઑક્ટોબર મંગળવારના રોજ ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 6:31થી 8:13 સુધીનો રહેશે. પ્રદોષ કાલનો સમય સાંજે 5:38થી 8:13 સુધીનો છે. ઘણા લોકો ધનતેરસ પર પ્રદોષ વ્રત પણ રાખતા હોય છે.
ધનતેરસ પર સોનું ખરીદવાનો શુભ સમય ક્યારે છે?
ધનતેરસ પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણે પ્રમાણે ધનતેરસના પર્વ પર સોનાની ખરીદી કરે છે. આ દિવસે ઘરની વસ્તુઓ, સોના ચાંદીના ઘરેણાં, વાસણો, ઈલેક્ટ્રોનિક્સ વગેરેની ખરીદી કરવામાં આવે છે. જો તમે ધનતેરસ પર સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો સોનું ખરીદવાનો શુભ સમય મંગળવાર 29 ઑક્ટોબરના રોજ સવારે 10:31 વાગ્યાથી 30 ઑક્ટોબરના રોજ સવારે 6:32 વાગ્યા સુધીનો રહેશે.
આ પણ વાંચો: શિયાળામાં કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ભગવાન શિવ ક્યાં જતાં રહે છે?
ધનતેરસ પર સોનાને બદલે આ વસ્તુ ખરીદવી પણ શુભ
જો તમે મા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માંગતા હોવ તો, ધનતેરસના દિવસે સાવરણી પણ ખરીદી શકો છો. આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને ઘરમાં નવી સાવરણી લાવવાથી ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.