Diwali Laxmi Idol: દિવાળી પુજા માટે ક્યારે ખરીદી શકાય લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ?

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
Diwali Laxmi Idol: દિવાળી પુજા માટે ક્યારે ખરીદી શકાય લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ? 1 - image

Image:Freepik 

નવી મુંબઇ,તા. 9 નવેમ્બર 2023, ગુરુવાર 

વર્ષના અંતમાં એકસાથે આવતા આ દિવાળીના તહેવારોમાં ધનતેરસથી લઇને દિવાળી અને ભાઇબીજ તેમજ દેવ દિવાળી વગેરેની ઉજવણી દેશભરમાં થાય છે. વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે.

10 નવેમ્બરથી ધનતેરસથી દિવાળીનો 5 દિવસનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. ધનતેરસ અને દિવાળીના દિવસે દેવી લક્ષ્મી, ગણેશજી, કુબેર અને દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.

દિવાળીની પૂજા માટે, લોકો દેવી લક્ષ્મી અને ગણેશજીની નવી મૂર્તિઓ ખરીદે છે અને પૂજા રૂમમાં સ્થાપિત કરે છે. શું તમે જાણો છો કે, દિવાળી પૂજા માટે લક્ષ્મી-ગણેશજીની મૂર્તિ ક્યારે ખરીદવી જોઇએ? 

દિવાળી 2023: લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદવાનો શુભ સમય

તમે ધનતેરસના દિવસે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદો છો, તો તે વધુ સારું રહેશે કારણ કે ધન ત્રયોદશીના દિવસે દેવી લક્ષ્મીના ચરણ તમારા ઘરમાં પડશે, જેના કારણે ધન, સુખ અને ધનની પ્રાપ્તિ થશે. સમગ્ર વર્ષ દરમિયાન સમૃદ્ધિ આવશે. 

ધનતેરસ પર ખરીદીનો સમય: બપોરે 12:35 વાગ્યાથી રાત સુધી

દિવાળી પર શુભ સમય: 11:43 AM થી 12:27 PM, જો કે, આયુષ્માન અને સૌભાગ્ય યોગ બને થે, તેથી તમે સવારથી પહેલા સુધી પૂજા કરી શકો છો.

લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 6 બાબતો

  • દિવાળીની પૂજા માટે કમળ પર બેઠેલા દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ ખરીદવી જોઈએ. ઉભા ગણેશજીની મૂર્તિ ન ખરીદો.  
  • મૂર્તિ પ્રસન્ન મુદ્રામાં હોવી જોઈએ, જે તમારા ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો કરનાર સાબિત થશે. ઉગ્ર અથવા નિસ્તેજ મૂર્તિ ખરીદવી નહીં. 
  • ધ્યાન રાખો કે, મૂર્તિનો રંગ નીરસ કે ઝાંખો ન હોવો જોઈએ. મૂર્તિમાં દેવી લક્ષ્મી અને ગણેશજીની આંખ, કાન, નાક વગેરે યોગ્ય રીતે બનેલા હોવા જોઇએ. 
  • શાસ્ત્રોમાં ખંડિત મૂર્તિની પૂજા કરવાની મનાઈ છે.તેથી પૂજા માટે મૂર્તિ ખંડિત ન હોવી જોઈએ.
  • મૂર્તિ પસંદ કરતી વખતે રંગોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારે ફક્ત તે જ મૂર્તિઓ ખરીદવી જોઈએ જેનો રંગ લાલ, ગુલાબી અથવા પીળો હોય. કાળી, ભૂરા કે બેજ રંગની મૂર્તિઓ લેવી નહીં. 
  • દિવાળી પૂજા માટે ભગવાન ગણેશની મૂર્તિ લો જેમાં તેમની સુંઢ ડાબી તરફ વળેલી હોવી જોઇએ. જમણા સુંઢવાળી મૂર્તિની પૂજા કરતી વખતે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. પૂજામાં ભૂલ થવા પર ભગવાન ગણેશ પ્રસન્ન થતા નથી.

આ પણ વાંચો: Diwali 2023: દિવાળી પર માતા લક્ષ્મીને કરો આ રીતે પ્રસન્ન,ધનની થશે વર્ષા


Google NewsGoogle News