સાપ્તાહિક રાશિફળ : ધન રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, સિંહ રાશિવાળાને છે પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ
સાપ્તાહિક રાશિફળ : ડિસેમ્બર મહિના પૂરો થવાના આરે છે અને નવું વર્ષ અનેક નવી આશાઓ લઈને આવી રહ્યું છે. ત્યારે તા. 30 ડિસેમ્બર 2024થી 5 જાન્યુઆરી 2025નું પહેલું સપ્તાહ કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી માહિતી પ્રમાણે મેષ રાશિના જાતકોમાં અધીરાપણું વધુ જોવા મળે, ધન રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, તો કન્યા રાશિના જાતકોએ ધીરજ અને તકેદારી રાખવી, આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
આ પણ વાંચો : નવા વર્ષના પ્રથમ દિવસે તુલસીમાં આ વસ્તુ બાંધજો, તિજોરી પૈસાથી છલકાશે
મેષ રાશિ :
તમારા સ્વભાવમાં આતુરતા કે અધીરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કંઈપણ જાણવાની વૃત્તિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, પરંતુ તેમાં થોડી તકેદારી રાખવી સારી, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.
વૃષભ રાશિ :
તમારી ભાવના ઉમદા રહે, કાંઈક કાર્યની તમન્ના વધુ થાય, તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો, તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.
મિથુન રાશિ :
કોઈ પણ કામકાજ અને તેની વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી, તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી, અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
કર્ક રાશિ :
તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય, તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.
સિંહ રાશિ :
કોઈપણ અગત્યનું કામ તમારા આયોજન મુજબ થાય તેવા યોગ જોવા મળે, સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.
કન્યા રાશિ :
ઉતાવળ વધુ રહે માટે થોડી ધીરજ અને તકેદારી રાખવી, વાતચીત કરવામાં કાળજી રાખવી. જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
તુલા રાશિ :
નવા કામ માટે વિચારો વધુ આવે તે અંગે જાણકારી મળે કે આયોજન પણ થઈ શકે, તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, આરામવૃત્તિની ઇચ્છા ફૂરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.
વૃશ્ચિક રાશિ :
અચાનક કોઈ જૂના પરિચિતને મળવાનો યોગ બને છે. જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે, વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે.
ધન રાશિ :
વ્યસ્તતા દરમિયાન કોઈ કાર્ય કરવાનું વધુ બને જેથી તમારા કાર્યમાં તમે વ્યસ્ત અને સમયનો વ્યય પણ વધુ રહે તેવું બનવા જોગ છે, હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ગેરસમજથી બચવું.
મકર રાશિ :
ઇચ્છાઓ વધુ રહે. નવીન કાર્ય થાય તે દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે કે ઘણા જૂના પરિચિતને મળવાનું થઈ શકે છે.
કુંભ રાશિ :
હાલમાં દરેક કામ અને મુસાફરી બાબત વધુ ગણતરી કરવી હિતાવહ છે, તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે, ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહેશે.
મીન રાશિ :
તમારી પરિચિત વ્યક્તિ સાથે અણધારી મુલાકાત થઈ શકે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.