Get The App

આજે દેવપોઢી અગિયારસ: ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણી લો ઉપવાસના નિયમ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
lord vishnu


Devshayani Ekadashi Rules: હિન્દુ ધર્મમાં અગિયારસ વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે વ્રત રાખવા અને યોગ્ય રીતે પૂજા કરવાથી શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રત મહિનામાં બે વાર કરવામાં આવે છે, પ્રથમ શુક્લ પક્ષમાં અને બીજુ કૃષ્ણ પક્ષમાં. અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને હરિષાયની, પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેવપોઢી અગિયારસનું મહત્ત્વ 

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં ચાર મહિના સુધી વિશ્રામ કરવા જાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની દેવઉઠી અગિયારસના દિવસે જાગે છે. શાસ્ત્રો અનુસાર આ ચાર મહિના ભગવાન શિવ સંસારનું પાલન પોષણ કરે છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્ત થાય છે. તેમજ આજના દિવસે કયા કાર્યો કરવાથી સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે તે પણ જોઈ લઈએ. 

એકાદશીનો શુભ સમય 2024 અને પારણનો સમય

પંચાંગ અનુસાર એકાદશી 16મી જુલાઈ રાત્રે 8:33 કલાકે શરૂ થશે અને 17મી જુલાઈએ રાત્રે 9:2 કલાકે સમાપ્ત થશે. આ વખતે પારણાનો સમય 18મી જુલાઈના રોજ સવારે 5:35 થી 8:44 સુધી કરી શકાય છે.

આજના દિવસે આ કામ ન કરશો 

- શાસ્ત્રો અનુસાર દેવપોઢી અગિયારસ મહત્ત્વપૂર્ણ હોવાથી આજના દિવસે ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આજે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. તેમજ ચોખાનું દાન પણ વર્જિત માનવામાં આવે છે.

- આ સાથે આ દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ વગેરેથી પણ દૂર રહેવું જોઈએ. ભૂલથી પણ માંસાહાર ન કરવું જોઈએ.  

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. 

- ભગવાન શ્રી હરિને તુલસીના પાન ખૂબ જ પ્રિય હોવાથી તુલસીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેમજ એકાદશીના દિવસે તુલસીપત્ર ન તોડવા જોઈએ

- આ વ્રતની ગરિમા જાળવી રાખવા માટે દેવશયની એકાદશીના દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ.

- એકાદશી વ્રત કરનાર વ્યક્તિએ ભૂલથી પણ કોઈના પ્રત્યે દ્વેષ કે ઈર્ષ્યા ન રાખવી જોઈએ. તેમજ કોઈના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો.

આ પણ વાંચો: ભોલેનાથના આ 5 મંદિરોનું પંચતત્વ સાથે છે શું કનેક્શન, દરેક ઈચ્છા થાય છે પૂરી!

આજે દેવપોઢી અગિયારસ: ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણી લો ઉપવાસના નિયમ 2 - image


Google NewsGoogle News