શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતા સમયે ભક્તો કરે છે ભૂલ, જાણો સાચો નિયમ
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 જાન્યુઆરી 2024 સોમવાર
બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં શિવનો વાસ છે. અવંતિકાને શિવની નગરી પણ કહેવામાં આવે છે. દેશભરમાં સોમવારે શિવલિંગ પર ભક્તજન શિવની પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે, જેથી તેમની કૃપા પ્રાપ્ત કરવામાં આવી શકે. ભોલેનાથની પ્રિય વસ્તુઓ પૈકીની એક બિલ્વપત્ર છે. બીલીપત્રને બિલ્વપત્ર પણ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષે જણાવ્યુ કે બીલીપત્ર ચઢાવવાના અમુક ખાસ નિયમ છે, જેનું પાલન શિવ ભક્તોએ કરવુ જરૂરી છે.
શિવલિંગ પર આ પ્રકારના બિલ્વપત્ર ચઢાવવા નહીં
શિવલિંગ પર ચઢાવવા માટે બીલીપત્રની પસંદગીનું ખૂબ ધ્યાન કરવુ જોઈએ. બીલીપત્ર ક્યાંયથી પણ તૂટેલુ હોવુ જોઈએ નહીં. સાથે જ આની પર વધુ લાઈન પણ ન હોવી જોઈએ. બિલ્વપત્રના ઘણા પાન પર ચક્ર અને લાઈનો હોય છે, જેનો પૂજામાં ઉપયોગ કરવો જોઈએ નહીં. ચક્ર અને વજ્ર વાળા બિલ્વપત્રને ખંડિત માનવામાં આવે છે.
આ દિવસે બિલ્વપત્ર તોડવા નહીં
શાસ્ત્રોમાં બિલ્વપત્રને તોડવાને લઈને પણ નિયમ જણાવાયા છે. જે અનુસાર બિલ્વપત્ર ક્યારેય પણ સોમવાર કે પછી ચૌદશે તોડવા જોઈએ નહીં. જરૂરિયાત હોય તો તેને હંમેશા એક દિવસ પહેલા તોડીને રાખી લેવા જોઈએ. માન્યતા છે કે સોમવાર અને ચૌદશ તિથિએ બિલ્વપત્ર તોડીને શિવલિંગ પર ચઢાવવાથી શિવજી અપ્રસન્ન થાય છે.
શિવલિંગ પર આ રીતે ચઢાવો બિલ્વપત્ર
શિવલિંગ પર ચઢાવવા માટે એક સાફ અને પવિત્ર બિલ્વપત્રની પસંદગી કરો. આના પાન બિલકુલ તાજા હોવા જોઈએ. બિલ્વપત્ર ચઢાવતી વખતે ધ્યાન રાખો કે બિલ્વપત્રનો જે ભાગ ચીકણો હોય તે ભાગને શિવલિંગ પર રાખવો જોઈએ. આ પાનને તડકો અને જળના પ્રભાવથી બચાવો.
3 પાન વાળુ હોય બિલ્વપત્ર
શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવતી વખતે “ॐ नमः शिवाय” કે અન્ય શિવ સ્તુતિ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી શિવના પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણનો ભાવ આવે છે. બિલ્વપત્ર 1, 3 કે પછી 5 પાન વાળુ પણ હોય છે. શાસ્ત્રો અનુસાર બિલ્વપત્ર જેટલા વધુ પાન વાળા હોય છે. એટલુ જ સારુ હોય છે. તેથી શિવજીને બિલ્વપત્ર ચઢાવવામાં ઓછામાં ઓછા આ 3 પાન વાળુ હોવુ જોઈએ.