'બદ્રી વિશાલ લાલ કી જય...' ના જયકારા સાથે બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યાં, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Badrinath News | આજે સવારે 6 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ પણ ખુલી ગયાં. સંપૂર્ણ વિધિ વિધાન, વૈદિક મંત્રોચ્ચાર અને 'બદ્રી વિશાલ લાલ કી જય' ના સૂત્રોચ્ચાર સાથે સૈન્યના બેન્ડની મધુર ધૂન વચ્ચે શ્રદ્ધાળુઓ માટે કપાટ ખોલાયા હતા. આ સાથે ચારધામ યાત્રા પૂર્ણ સ્વરૂપે શરૂ થઇ છે.
15 ક્વિન્ટલ ફૂલોથી ભવ્ય શણગાર
મંદિર સમિતિએ જણાવ્યું કે અમે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલો વડે શણગારાયો છે. કપાટ ખોલવાના અવસરે અખંડ જ્યોતિના દર્શન માટે તીર્થયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
5 હજારથી વધુ તીર્થયાત્રી બદ્રીનાથ ધામ પહોંચ્યા
મોડી સાંજ સુધીની વાત કરીએ પાંચ હજારથી વધુ તીર્થયાત્રી બદરીનાથ ધામ પહોંચી ગયા હતા. જોકે 15 હજારથી વધુ તીર્થયાત્રી જુદા જુદા પડાવ પર હજુ હાજર છે. ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામમાં કપાટ શુક્રવારે જ ખોલી દેવાયા હતા.