આજે વર્ષની છેલ્લી માસિક શિવરાત્રી, જાણો પૂજા વિધિ અને મહત્વ

આજે એટલે કે 11 ડિસેમ્બરના રોજ માસીક શિવરાત્રી મનાવવામાં આવે છે

જે વ્યક્તિ માસિક શિવરાત્રીનું વિધિ વિધાનથી વ્રત કરે છે તેમના પર ભગવાન શિવજીની કૃપા વરસે છે

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
આજે વર્ષની છેલ્લી માસિક શિવરાત્રી,  જાણો પૂજા વિધિ અને મહત્વ 1 - image
Image Twitter 

તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર 

Masik Shivratri 2023: આજે એટલે કે 11 ડિસેમ્બરના રોજ માસીક શિવરાત્રી મનાવવામાં આવે છે. આ માસિક શિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. આ વ્રત દર મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ રાખવામાં આવે છે. એટલા માટે શિવભક્તો માટે આ તિથિનું વિશેષ મહત્વ રહેલુ છે. એવી માન્યતા છે કે, દરેક શિવરાત્રિના દિવસે પૂજાપાઠ અને ઉપવાસ રાખવામાં આવે તો ભગવાન શિવ તેમના ભક્તો પર સદાય પ્રસન્ન રહે છે અને તેમની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે. આ શિવરાત્રીના પર્વ પર ભગવાન શિવની સાથે સાથે  માતા પાર્વતીની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે. 

પૌરાણિક ગ્રંથોમાં શિવરાત્રી વિશે એવુ કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ માસિક શિવરાત્રીનું વિધિ વિધાનથી વ્રત કરે છે તેમના પર ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. બાળકના જન્મ અને રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માસિક શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. આ સાથે જ તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે છે. 

વર્ષ 2023ની છેલ્લી માસિક શિવરાત્રી ક્યારે મનાવવામાં આવશે

કારતક માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિની શરુઆત 11 ડિસેમ્બર સોમવારના સવારે 7 વાગ્યા અને 10 મિનિટથી શરુ થશે. અને આ તિથિ તા. 12 ડિસેમ્બર મંગળવારના રોજ સવારે 6 કલાક અને 24 મિનિટ પર હશે. માસિક શિવરાત્રીની પૂજા એક ચોક્કસ સમયે કરવામાં આવે છે, એટલા માટે વર્ષ 2023ની છેલ્લી નવરાત્રી 11 ડિસેમ્બરના રોજ એટલે કે આજે મનાવવામાં આવશે. 

શિવ પૂજા અને મુહુર્ત

માસિક શિવરાત્રીની પૂજાનું શુભ મુહુર્ત રાતના 11 કલાક અને 47 મિનિટથી રાત્રીના 12 કલાકને 42 મિનિટ સુધી છે. આ દિવસે તમારે શિવ પુજા માટે તમને 55 મિનિટનો સમય મળી શકશે. 

માસિક શિવરાત્રી પૂજા વિધિ

માસિક શિવરાત્રીના દિવસે સૌથી પહેલા ઉઠીને સ્નાન કરી ઘરમાં દિવો પ્રજ્વલિત કરો

શિવલિંગ પર ગંગાજળ, દુધ વગેરેનો અભિષેક કરો 

ભગવાન ભોલેનાથને બિલિપત્ર ચઢાવો

આ દિવસે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. 

પૂજા દરમ્યાન 'ઓમ નમ: શિવાય'  મંત્રનો જાપ કરો, અને ભગવાન શિવની આરતી કરો


Google NewsGoogle News