Mahashivratri 2024: મહાશિવરાત્રિના વ્રતમાં આ ચાર ફૂડનું કરો સેવન, શરીરમાં જળવાઈ રહેશે એનર્જી
Image Source: Freepik
અમદાવાદ, તા. 08 માર્ચ 2024 શુક્રવાર
મહાશિવરાત્રિનો તહેવાર 8 માર્ચ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યો છે. ભગવાન શિવનું પ્રમુખ પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યુ છે. શિવ ભક્તો માટે આ તહેવાર ખૂબ મોટો હોય છે. આ દિવસે લોકો ઉપવાસ પણ રાખે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત-ઉપવાસ કરવાથી શંકરજી પાસે માંગવામાં આવેલી મનોકામનાઓ પૂરી થાય છે.
વ્રત રાખવાથી આપણી હેલ્થને ફાયદો તો મળે જ છે પરંતુ આરોગ્ય પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહીં. દરમિયાન એ જાણવુ જરૂરી છે કે વ્રત દરમિયાન શું ખાવુ જોઈએ, જેનાથી આપણા શરીરની એનર્જી જળવાઈ રહે. જાણો ઉપવાસમાં શું ખાવુ જોઈએ.
ફળ
વ્રત દરમિયાન ફળ ખાઈ શકાય છે. તેને ખાવાથી શરીરની એનર્જી જળવાઈ રહે છે. તેને ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે. તમે વ્રત દરમિયાન કેળા, સંતરા, સફરજન, દ્રાક્ષ જેવા ફળોને ખાઈ શકો છો.
જ્યૂસ
મહાશિવરાત્રિનો ઉપવાસ રાખનાર ભક્ત ફળોનો જ્યૂસ પણ પી શકે છે. તેનાથી તેમને વીકનેસ અનુભવાતી નથી. જ્યૂસ પીવાથી તમે આખો દિવસ તમારી બોડી એક્ટિવ રહેશે. આ સાથે આ શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ પણ કરે છે. આ સિવાય તમે નારિયેળનું પાણી પણ પી શકો છો.
ડ્રાય ફ્રૂટ્સ
ડ્રાય ફ્રૂટ્સને એનર્જીનો સોર્સ માનવામાં આવે છે. જેમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર સહિત તમામ પોષક તત્વ હોય છે. તેને ખાવાથી તમારુ પેટ પણ લાંબા સમય સુધી ભરેલુ રહે અને તમને કમજોરી પણ અનુભવાતી નથી. વ્રત દરમિયાન બદામ, કાજુ, કિશમિશ કે મખાનાને ડાયટમાં સામેલ કરી શકો છો.
કુટ્ટૂનો લોટ
વ્રત દરમિયાન તમે કુટ્ટૂના લોટથી બનેલી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકો છો. તમે કુટ્ટૂથી બનેલી પૂરી કે પકોડીની સાથે વ્રત વાળા બટાકાનું શાક ખાઈ શકો છો. ધ્યાન રાખો કે વ્રત દરમિયાન આ વસ્તુઓને બનાવતી વખતે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરો.