મહાશિવરાત્રીએ બની રહ્યો છે મહાસંયોગ, મિથુન-મેષ સહિત 3 રાશિના જાતકોને થશે લાભ
Mahashivratri 2025 : હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનો ખૂબ જ મહિમા છે. આ તહેવાર ચૌદસ તિથીએ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું હતું અને આ જ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા. આ વખતે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી, બુધવારના રીજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રીને ભગવાન શિવની પૂજા અને આરાધના કરવા માટેની સૌથી મહત્ત્વની રાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.
આ દિવસે ભક્તો ભગવાન શિવ માટે વ્રત રાખે છે. ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને અગ્નિ પુરાણ સહિત બધા જ પુરાણોમાં મહાશિવરાત્રીના તહેવારનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો, વર્ષ 2025ની મહાશિવરાત્રી ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે શ્રાવણ નક્ષત્ર અને પરિઘ યોગનો સંયોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ મહાશિવરાત્રી કઈ રાશિના જાતકો માટે શુભ રહેશે.....
મેષ
આ વખતની મહાશિવરાત્રી મેષ રાશિના જાતકો માટે ખૂબ ફળદાયી નીવડશે. આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત રહેશે. મહાદેવની કૃપાથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. ધંધામાં પ્રગતી થશે અને લગ્નજીવનમાં સુખ આવશે.
મિથુન
મહાશિવરાત્રી મિથુન રાશિનાં જાતકો માટે નોકરીમાં લાભદાયી થશે. પ્રભાવી વ્યૂહનીતિ બનાવીને આ રાશિનાં જાતકો કાર્યસ્થળ પર પ્રમોશન મેળવી શકે તેવા યોગ બની રહ્યા છે. આ સાથે જ, સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે.
સિંહ
આ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી શુભ સમય લઈને આવશે. ભગવાન શિવની કૃપાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. પરંતુ રૂપિયા ખર્ચવા પર નિયંત્રણ રાખવો જરૂરી છે. નોકરીમાં સારી તક મળે તેવી શક્યતાઓ છે.