Get The App

30 વર્ષ બાદ શરદ પૂનમ પર ચંદ્ર ગ્રહણનો સંયોગ, આ રાશિના જાતકોની સુખ-સમૃદ્ધિમાં થશે જબરદસ્ત વધારો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
30 વર્ષ બાદ શરદ પૂનમ પર ચંદ્ર ગ્રહણનો સંયોગ, આ રાશિના જાતકોની સુખ-સમૃદ્ધિમાં થશે જબરદસ્ત વધારો 1 - image


                                                            Image Source: Freepik

અમદાવાદ, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

વર્ષ 2023નું અંતિમ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે શરદ પૂનમની રાત્રે થવા જઈ રહ્યુ છે. 30 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે જ્યારે શરદ પૂનમને ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે, સાથે જ આ દિવસને ખૂબ શુભ માનવામાં આવ્યો છે, ગજકેસરી યોગ પણ રહેશે. 

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ ભારતમાં 28 ઓક્ટોબરે 11.32 મિનિટથી શરૂ થશે અને મોડી રાતે 03.36 મિનિટે પૂર્ણ થઈ જશે. જ્યોતિષ અનુસાર ચંદ્ર ગ્રહણ પર 30 વર્ષ બાદ બની રહેલો આ અદ્ભુત સંયોગ 4 રાશિઓને માલામાલ કરી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આ સંયોગ વ્યવસાયિક જીવનની તમામ પરેશાનીઓ પૂર્ણ કરનાર રહેશે. મનપસંદ પદ અને ધનની પ્રાપ્તિ થશે. તમારા અટકેલા કાર્ય ઝડપથી પૂરા થશે. દરેક કાર્યમાં સફળતા મળશે.

જૂની બીમારીઓથી છુટકારો મળશે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ દૂર થશે. રોકાયેલા પૈસા મળશે. ઘરેલુ ખર્ચ ઘટવાથી રાહત મળશે. તમારુ બેન્ક-બેલેન્સ વધશે.

કન્યા રાશિના જાતકોને આ સમય ભાગ્યનો પૂરો સાથ અપાવશે. તમારી નવી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપાર પણ સારો ચાલશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સારો સમય છે.

અત્યાર સુધી જે મુશ્કેલીઓ હતી, તેમાંથી છુટકારો મળશે. તમને દરેક મુદ્દે શુભ પરિણામ પ્રાપ્ત થશે. જીવન સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે. નોકરી-વેપારમાં મોટી સફળતા મળી શકે છે. ધન લાભ થશે.


Google NewsGoogle News