Shukra Gochar 2024: ક્રિસમસથી શુક્રનું ગોચર આ 2 રાશિઓનું ભાગ્ય ચમકાવશે, અટકેલા તમામ કાર્યો થશે પૂરા
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 નવેમ્બર 2023 ગુરૂવાર
સુખોના કારક શુક્ર દેવ રાશિ બદલી ચૂક્યા છે. વર્તમાન સમયમાં શુક્ર દેવ તુલા રાશિમાં બિરાજમાન છે. આ રાશિમાં શુક્ર દેવ 25 દિવસ સુધી રહેશે. જે બાદ શુક્ર દેવ રાશિ પરિવર્તન કરશે. શુક્ર દેવ ક્રિસમસ પર રાશિ બદલશે. તેનાથી રાશિ ચક્રની તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડશે. જેમાં 2 રાશિઓને સર્વાધિક લાભ મળશે. આ 2 રાશિના જાતક ધનવાન બનશે.
શુક્ર રાશિ પરિવર્તન
પ્રેમ, રોમાન્સ અને વિવાહ સહિત સુખોના કારક શુક્ર દેવ 25 ડિસેમ્બરે સવારે 06.45 મિનિટે તુલા રાશિથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન 07 ડિસેમ્બરે જ્યેષ્ઠા અને 18 જાન્યુઆરીએ મૂળ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તે બાદ 18 જાન્યુઆરીએ સાંજે 08.56 મિનિટે ધન રાશિમાં ગોચર કરશે.
મકર રાશિ
શુક્રના રાશિ પરિવર્તનથી મકર રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે. ક્રિસમસથી લઈને મકર સંક્રાંતિ સુધી મકર રાશિના જાતકોને વેપારમાં ખૂબ કમાણી થશે. સાથે જ કરિયરમાં પણ મન અનુસાર સફળતા મળશે. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયે બદલી શકો છો. જો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને પહેલેથી રોકાણ કરી ચૂક્યા છો તો આવકના નવા સ્ત્રોત બનશે. રોકાયેલુ ધન પ્રાપ્ત થશે. પરિવારમાં માંગલિક કાર્ય કરી શકો છો. વીમા વગેરે પર પણ રોકાણ કરવુ ફળદાયી રહેશે.
કુંભ રાશિ
વર્તમાન સમયમાં કુંભ રાશિના જાતકો પર સાડા સાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જેના કારણે આ રાશિના જાતકોને વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવુ પડે છે. જોકે, શુક્રના વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન કુંભ રાશિના જાતકોને ધન લાભ થશે. વેપારમાં અકલ્પનીય સફળતા મળશે. ધન લાભના યોગ છે. અચાનકથી ધન લાભના યોગ બનશે. ક્રિસમસની સવારથી તમારી દશા અને દિશા બદલાશે. 25 દિવસ સુધી કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. રોકાણ કરી શકો છો. પહેલેથી નક્કી કરેલા કાર્ય કરી શકો છો.