હિંદુ ચાતુર્માસનો 17મી જુલાઈથી થશે પ્રારંભ, તહેવારોની હેલી સર્જાશે

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Chaturmas 2024


Chaturmas 2024: આગામી 17મી જુલાઈના અષાઢ સુદ એકાદશી છે અને તેની સાથે જ હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થશે. ચાતુર્માસમાં શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જાશે. 

વર્ષ 2024માં હવે માત્ર 17 મુહૂર્ત 

દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. ચાતુર્માસના ચાર માસ દરમિયાન અનેક ભક્તો દ્વારા નકોરડા ઉપવાસ, ધારણાં-પારણા-એકટાણા જેવા વ્રત રાખવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અનરાધાર વરસાદની અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ


હિંદુ ચાતુર્માસ બાદ વર્ષ 2024માં નવેમ્બરમાં 11 અને ડિસેમ્બરમાં માત્ર 5 મુહૂર્ત છે. સાઘુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, 'ચાતુર્માસમાં ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઇએ, જે અસમર્થ હોય તેમણે શ્રાવણમાં અવશ્ય વિશેષ નિયમ ધારણ કરવા જ જોઇએ. જેમાં ભગવાનની કથા સાંભળવી-વાંચવી, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, સ્તત્રનો પાઠ કરવો જેવા નિયમનો સમાવેશ થાય છે.' 

હિંદુ ચાતુર્માસમાં ક્યારે ક્યાં તહેવારો

•21મી જુલાઈ ગુરૂ પૂર્ણિમા

•22મી જુલાઇ હિંડોળા પ્રારંભ

•પાંચમી ઓગસ્ટ શ્રાવણ માસ

•19મી ઓગસ્ટ રક્ષાબંધન

•26મી ઓગસ્ટ જન્માષ્ટમી

•સાતમી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી

•ત્રીજી ઓક્ટોબર નવરાત્રિ

•12મી ઓક્ટોબર દશેરા

•પહેલી નવેમ્બર દિવાળી

હિંદુ ચાતુર્માસનો 17મી જુલાઈથી થશે પ્રારંભ, તહેવારોની હેલી સર્જાશે 2 - image


Google NewsGoogle News