Chaturmas 2024: ચાતુર્માસમાં ચમકશે આ ચાર રાશિના જાતકોનું નસીબ, ભગવાન ભોળાનાથ અને વિષ્ણુજીની મળશે કૃપા
Chaturmas 2024: હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું આગવું મહત્વ છે. ચાર મહિના સુધી ચાલનારા મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ જીને સમર્પિત કરવામાં આવે છે. અષાઢની દેવશયની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થશે. આ દિવસથી શ્રી હરિ 4 મહિના માટે યોગ નિદ્રામાં જશે.
ચાતુર્માસ 17મી જુલાઈ 2024ના રોજ દેવઉત્થાની અગિયારસના શરૂ થશે, તે 12મી નવેમ્બરે દેવશયની એકાદશીના રોજ સમાપ્ત થશે.
ચાર મહિના સુધી ચાલનારા ચાતુર્માસનો અંત દેવઉત્થાની અગિયારસના દિવસે થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી જાગી જાય છે અને સૃષ્ટીની ભાગદોડ ફરી પોતાના હાથમાં લે છે. દેવઉત્થાની અગિયારસના દિવસથી તમામ શુભ અને માંગલિક કાર્યો કરવાની શરૂઆત થાય છે.
આ વર્ષે ચાતુર્માસના મહિનાઓ એટલે કે સાવન, ભાદ્રપદ, અશ્વિન અને કારતક અમુક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાના છે. તો જાણીએ કઇ કઇ રાશિઓના લોકો પર ભગવાન શિવ અને વિષ્ણુની કૃપા વરસશે.
કુંભ
કુંભ રાશિના જાતકોને ચાતુર્માસમાં જૂના રોકાણથી આર્થિક લાભ મળી શકે છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થશે. તમને માનસિક તણાવથી રાહત મળશે. વેપારમાં ફાયદો થશે.
કર્ક
આ રાશિના જાતકો માટે ચાતુર્માસના 4 મહિનાનો સમયગાળો સુખ અને શાંતિ લઈને આવશે. વિવાહિત જીવનમાં સુખ મળશે. જે કામ તમે ઘણા સમયથી પૂરા કરવા માટે વિચારી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. તમારી આવકમાં વધારો થશે.
કન્યા
આ રાશિના લોકોને જીવનમાં સુખ મળશે. ચાતુર્માસના શુભ સમય દરમિયાન ધન-સંપત્તિ વધવાની સંભાવના છે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. નોકરીની તકો મળશે.
મિથુન
આ રાશિના લોકો માટે ચાતુર્માસ 2024 ખૂબ જ સારું રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. શુભ કાર્યો પૂર્ણ થશે. લવ લાઈફમાં મધુરતા વધશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને કારકિર્દીમાં લાભ મળશે.