Get The App

મકર સંક્રાંતિએ 5 મંત્રોનો જાપ કરી સૂર્ય દેવને કરો પ્રસન્ન, સમસ્યામુક્ત થઈ જશે જીવન

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
મકર સંક્રાંતિએ 5 મંત્રોનો જાપ કરી સૂર્ય દેવને કરો પ્રસન્ન, સમસ્યામુક્ત થઈ જશે જીવન 1 - image

Makar Sankranti 2025 : હિન્દુઓના મુખ્ય તહેવારોમાંનો એક મકરસંક્રાંતિની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પોષ મહિનામાં આ તહેવાર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર તેના ધાર્મિક મહત્ત્વ ઉપરાંત સ્નાન અને દાન કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો ઘરોમાં ખીચડી બનાવતા હોય છે. જેના કારણે તેને 'ખીચડી તહેવાર' પણ કહેવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવશે.

હિંદુ વેદ અને પુરાણોમાં જણાવ્યા અનુસાર, આ તહેવાર પર સૂર્ય ભગવાન વર્ષમાં એક વાર પોતાના પુત્ર શનિદેવને મળવા જાય છે. તેથી આ તહેવાર સૂર્ય અને શનિ સાથે જોડાયેલો છે. જો તમે એવા લોકોમાંથી છો કે જેમની કુંડળીમાં સૂર્ય અથવા શનિની સ્થિતિ ખરાબ છે. તો તમે મકરસંક્રાંતિ પર 5 વિશેષ મંત્રોનો જાપ કરીને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

પહેલો મંત્ર -  ઓમ એહિ સૂર્ય સ્ત્રાંશોં તેજોરાશે જગ ત્પતે, અનુકંપયેમાં ભક્ત્યા, ગૃહાણાર્ઘ્ય નમો સ્તુતે. મકરસંક્રાંતિ પર સૂર્યને જળ અર્પિત કરતી વખતે આ મંત્રનો જાપ કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે.

બીજો મંત્ર - આદિત્યતેજસોત્પન્નમ રાજત વિધિનિર્મતમ્ શ્રેયસે મમ વિપ્ર ત્વમ્ પ્રતિગૃહેણદમુત્તમમ્. મકરસંક્રાંતિના દિવસે તમે આદિત્ય મંડળ બ્રાહ્મણને દાન આપી આ મંત્રનો જાપ કરી શકો છો. કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને તેનું ભાગ્ય સૂર્ય જેવું તેજસ્વી થઈ જાય છે. 

ત્રીજો મંત્ર - ઇન્દ્ર વિષ્ણુ હરિ હંસમર્ક લોકગુરુ વિભુમ ત્રિનેત્ર ત્ર્યક્ષર ત્ર્યન્ડગ ત્રિમૂર્તિ ત્રિગતી શુભમ. આ મંત્રનો જાપ કરીને દેવતાઓના રાજા ઇન્દ્ર અને સૂર્યનો આભાર માની શકો છો. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય અને ઇન્દ્ર બંનેની કૃપા થશે. 

ચોથો મંત્ર - ॐ હ્રીં સૂર્યાય નમઃ સૂર્ય ભગવાનનો આ મુખ્ય મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. આ જાપ કરવાથી તમે સૂર્ય ભગવાનની વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. મકરસંક્રાંતિના દિવસે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.

આ પણ વાંચો : નાગા સાધુ કેવી રીતે બને છે? કુંભમાં ક્યાંથી આવે છે અને શું છે તેમની પરંપરા, જાણો સંપૂર્ણ કહાણી

પાંચમો મંત્ર - સૂર્ય શક્તિ મંત્ર: ॐ સૂર્યાય આદિત્યાય શ્રી મહાદેવાય નમઃ તમે સૂર્યદેવની શક્તિને આ મંત્રના જાપ કરવાથી જાગૃત કરી શકો છો. સૂર્યદેવની શક્તિને જાગૃત કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને નવી ઉર્જાનો સંચાર થાય છે. આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે.

મકર સંક્રાંતિએ 5 મંત્રોનો જાપ કરી સૂર્ય દેવને કરો પ્રસન્ન, સમસ્યામુક્ત થઈ જશે જીવન 2 - image



Google NewsGoogle News