Get The App

પિતૃ પક્ષમાં થશે ચંદ્રગ્રહણ: જાણો સૂતક કાળ લાગશે કે નહીં, આ રાશિના જાતકોને થશે લાભ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
Chandra Grahan


Chandra Grahan 2024 : આ વર્ષે પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ છાયા છે, જો કે, વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પિતૃ પક્ષમાં થવાનું છે. આમ આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં લાગશે. બીજી તરફ, આ ચંદ્રગ્રહણની ચોક્કસ તારીખને લઈને લોકોના મનમાં શંકા છે. ચાલો તમને જાણીએ કે, ચંદ્રગ્રહણ 17 કે 18 સપ્ટેમ્બરે થશે અને ચંદ્રગ્રહણ દરમિયાન કઈ બાબતોનું પાલન કરવું જરૂરી છે.

આ પણ વાંચો : શાળા-કૉલેજ બંધ, માસ્ક ફરજિયાત: આ ખતરનાક વાયરસના કારણે કેરળમાં અનેક સ્થળોએ કડક આદેશ

ભારતમાં આ સમયે થશે ચંદ્રગ્રહણ 

પિતૃ પક્ષમાં આવતું ચંદ્રગ્રહણ સત્તાવાર રીતે 18 સપ્ટેમ્બરના બુધવારે સવારે 6:12 વાગ્યે પ્રારંભ થશે. જ્યારે તેનું સમાપન 10:17 વાગ્યે થશે. આમ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો લગભગ 5 કલાક 04 મિનિટનો રહેશે. આ પ્રકારનું ગ્રહણ મોટાભાગે અન્ય દેશોમાં જોવા મળતું હોવાથી ભારતના લોકો તેની રાહ જોતા હોય છે. 

આ દેશોમાં દેખાશે ચંદ્રગ્રહણ

પિતૃ પક્ષમાં આવતું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, વિદેશી સમય પ્રમાણે આ ગ્રહણ 17 સપ્ટેમ્બરની રાત્રે થશે. આ ચંદ્રગ્રહણ યુરોપ, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને એશિયાના ભાગો સહિત વિશ્વના 5 ખંડોમાં જોવા મળશે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે જો ભારતમાં ગ્રહણ નહીં દેખાય તો સુતક પણ નહીં દેખાય. તેથી લોકોએ સુતક કાળના નિયમોનું પાલન કરવાની જરૂર નથી. જો આ ગ્રહણ ભારતમાં દેખાતું હોત તો સુતક કાળના નિયમોનું પાલન થયું હોત.

આ પણ વાંચો : વર્ષ 2027 પહેલા નહીં થઈ શકે વસ્તી ગણતરી! જાણો શું છે કારણ

આ રાશિના જાતકોને થશે લાભ 

આ ચંદ્રગ્રહણનો પ્રભાવ 12 રાશિ પર થશે, આ ચંદ્રગ્રહણ વૃષભ, તુલા અને ધન રાશિના લોકો માટે લાભદાયક સાબિત થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.


Google NewsGoogle News