Chanakya Niti: આ ત્રણ લોકોની ક્યારે ન કરવી જોઈએ મદદ, નહીતર તમે જ મુકાશે મુશ્કેલીમાં

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
Chanakya Niti: આ ત્રણ લોકોની ક્યારે ન કરવી જોઈએ મદદ, નહીતર તમે જ મુકાશે મુશ્કેલીમાં 1 - image


નવી મુંબઇ,તા. 4 ડિસેમ્બર 2023,સોમવાર 

ભારતમાં પરોપકારની ભાવના સર્વોપરી ગણાય છે પરંતુ આપણા દેશના મહાન અર્થશાસ્ત્રમાં પણ અનેક મુદ્દાઓમાં કોઈને મદદ ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય ચાણક્ય એક મહાન અર્થશાસ્ત્રી અને રાજદ્વારી તરીકે ઓળખાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ ચાણક્ય નીતિઓનું પાલન કરીને લોકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમના દ્વારા જણાવવામાં આવેલ આ નીતિઓ દ્વારા તમને માત્ર સાચા-ખોટાની સમજ જ નથી મળતી, પરંતુ જ્યારે તમે મૂંઝવણમાં હોવ ત્યારે આવા અનેક પ્રસંગોએ નિર્ણય લેવામાં પણ સહાયરૂપ પણ થાય છે. 

ભારતીય સંસ્કૃતિ અને ચાણક્ય નીતિ અનુસાર બીજાની મદદ કરવી સારી બાબત છે પરંતુ ઘણી વખત આપણે એવા લોકોની મદદ કરી દઈએ છીએ જેના કારણે આપણને જીવનભર પસ્તાવો કરવો પડી શકે છે. ચાલો જાણીએ આચાર્ય ચાણક્ય અનુસાર કોની મદદ ન કરવી જોઈએ...

આ ત્રણ લોકોની મદદ ન કરવી!

ચાણક્ય નીતિમાં આપેલા એક શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે જીવનમાં કયાંય કેવા લોકોની મદદ ન કરવી જોઈએ.

આ શ્લોક છે :

मूर्खाशिष्योपदेशेन दुष्टास्त्रीभरणेन च। दु:खिते सम्प्रयोगेण पंडितोऽप्यवसीदति।

વ્યસન ધરાવતો વ્યક્તિ :

આચાર્ય ચાણક્યએ કહ્યું કે, નશાના વ્યસની લોકોની ક્યારેય મદદ ન કરવી જોઈએ. જો આવા લોકો ક્યારેય મદદ માટે આવે છે તો તેમને સ્પષ્ટ ના પાડવું વધુ સારું છે કારણ કે આવા લોકો પોતાના નશાના મૂડમાં બધું ભૂલીને પાણીની જેમ પૈસા ખર્ચી નાખે છે. આ લોકો નશા માટે કોઈને નુકસાન પણ પહોંચાડી શકે છે. તદુપરાંત નશામાં ધૂત વ્યક્તિ સાચા-ખોટામાં ભેદ કરી શકતો નથી તેથી આવા લોકોની મદદ ક્યારેય ન કરવી જોઈએ. આવા લોકોને સહાયક થવાથી કે પૈસા આપવાથી તમને જ નુકસાન થશે.

ખરાબ ચારિત્ર્યની વ્યક્તિ :

ખરાબ ચરિત્ર ધરાવતા વ્યક્તિથી દૂર રહેવું વધુ સારું છે. ચાણક્ય નીતિ અનુસાર ખરાબ ચારિસ્ત્ર્યની વ્યક્તિની મદદ ક્યારેય ન કરવી જોઈએ. આવા લોકોની મદદ કરવાથી તમે જાતે જ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવા લોકોના સંપર્કમાં રહેવાથી વ્યક્તિ સમાજ અને પરિવારમાં અપમાનિત થાય છે એટલા માટે આવા લોકોથી દૂર રહેવું જોઈએ.

દુખી-ઉદાસીન વ્યક્તિ

ચાણક્યનું કહેવું છે કે હંમેશા એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ પોતાના જીવનથી સંતુષ્ટ નથી અને હંમેશા દુઃખી રહે છે. આ લોકોનું ભલું કર્યા પછી પણ આપણને દુઃખ જ મળે છે. આવા લોકોનું જીવન ગમે તેટલું સારું કેમ ન હોય તેઓ હંમેશા ફરિયાદી બની રહી છે અને જીવન દુઃખી જ પસાસ કરે છે. આ લોકો બીજાના સુખની ઈર્ષ્યા કરે છે અને શાપ આપતા રહે છે. આમ ઈર્ષ્યા કરનારા લોકોથી દૂર રહેવું અને કોઈપણ કારણ વગર દુઃખી રહેતા લોકોથી અંતર જાળવવું આપણા માટે સારું છે.


Google NewsGoogle News