એક સપ્તાહ બાદ શરૂ થશે ચૈત્ર નવરાત્રી: જગતજનનીની કૃપા પ્રાપ્ત કરવા કરો આ 5 ઉપાય
Image: Wikipedia
Chaitra Navratri 2024: આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આખા વર્ષમાં બે વખત નવરાત્રીનો તહેવાર આવે છે પહેલી ચૈત્ર નવરાત્રી અને બીજી શારદીય નવરાત્રી. વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલે રાત્રે 11.50 મિનિટે શરૂ થશે. આગલા દિવસે એટલે કે 9 એપ્રિલે રાત્રે 08.30 મિનિટે પૂર્ણ થશે. જેના કારણે 9 એપ્રિલે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. તમે આ નવરાત્રીમાં અમુક સરળ ઉપાય કરીને જીવનના સંકટોથી છુટકારો મેળવી શકો છો.
1. તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખો
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તમે ચૈત્ર નવરાત્રીમાં આ ઉપાયને અજમાવી શકો છો. નવરાત્રી દરમિયાન એક ચાંદીનો સિક્કો પોતાની તિજોરીમાં મૂકી દો. આવુ કરવાથી માતા દુર્ગા તમારા ઘરની આર્થિક તંગી દૂર કરશે.
2. નકારાત્મકતા દૂર કરવા માટે
તમારા ઘરમાં ઘણી વખત ઝગડા થતા રહેતા હોય તેમજ સુખ-શાંતિનો માહોલ ભંગ થઈ રહ્યો હોય તો આ ઉપાય જરૂર અજમાવો. નવરાત્રીની પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ ફૂલ ચઢાવો અને પછી ઘરની પૂર્વ દિશાની માટીમાં દાટી દો. આવુ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થવા લાગશે.
3. ભાગ્યનો સાથ મેળવવા માટે
નવરાત્રિના 9 દિવસ તમે વિધિસર માતા દુર્ગાની પૂજા કરો અને શ્રદ્ધાભાવથી દુર્ગાસપ્તશતીનો પાઠ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આવુ કરવાથી બગડેલા કાર્ય સારા થવા લાગે છે અને ભાગ્યનો પૂરો સાથ મળે છે.
4. નજર દોષ માટે
જો તમને ખરાબ નજર લાગી ગઈ છે અને કાર્યમાં અસફળતા મળી રહી છે તો આ ઉપાય અજમાવી શકો છો. ચૈત્ર નવરાત્રિ પર જગત જનનીને લાલ સિંદૂર અર્પણ કરો અને પછી પોતાના મસ્તક પર ચાંદલો લગાવો. આવુ કરવાથી નજર દોષનો પ્રભાવ ઘટી જાય છે.
5. સુખ-સમૃદ્ધિ માટે
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાને મોગરાના ફૂલ ચઢાવો. આવુ કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને માતા દુર્ગાના આશીર્વાદ હંમેશા રહે છે.