Get The App

ચૈત્ર નવરાત્રિ આ 3 રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ લાભદાયી, નોકરી-ધનમાં થશે પ્રગતિ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
ચૈત્ર નવરાત્રિ આ 3 રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ લાભદાયી, નોકરી-ધનમાં થશે પ્રગતિ 1 - image


                                                                 Image: Freepik

Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી 17 એપ્રિલ 2024 સુધી રહેશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને પૃથ્વી પર આવી રહ્યા છે. માતા રાનીના નવ દિવસ પોતાના ભક્તોની વચ્ચે રહીને તેમની દરેક મુશ્કેલી દૂર કરે છે. આ જ કારણ છે કે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપનાથી લઈને અંતિમ દિવસ રામ નવમી સુધી દરેક દિવસ ખૂબ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિની શરૂઆત ખૂબ દુર્લભ સંયોગથી થઈ રહી છે, જેની અસર રાશિઓ પર પણ પડશે. ચૈત્ર નવરાત્રિમાં 3 રાશિઓના ભાગ્ય ખુલી જશે. વેપારની સાથે કરિયરમાં પણ લાભ મળશે. 

ચૈત્ર નવરાત્રિ પર 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ

આ વખતે ચૈત્ર નવરાત્રિ પર 30 વર્ષ બાદ અમૃત સિદ્ધિ યોગ, શશ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અશ્વિની નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. ચૈત્ર નવરાત્રિથી હિંદુ નવુવર્ષ પણ શરૂ થાય છે. દરમિયાન મેષ, મીન અને કર્ક રાશિના જાતકોને આખુ વર્ષ માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે. 

ચૈત્ર નવરાત્રિ 2024 આ રાશિઓને થશે લાભ

કર્ક રાશિ

ચૈત્ર નવરાત્રિ કર્ક રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવી રહી છે. આર્થિક રીતે શુભ સંયોગનો લાભ મળશે. જમીન-સંપત્તિથી જોડાયેલા મામલામાં તમારી જીત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જૂના રોકાણથી પણ ફાયદો થશે અને નવુ રોકાણ કરવા માટે પણ આ સમય સૌથી સારો છે. નોકરીની શોધ કરનારને નવી નોકરીના સારા અવસર મળી શકે છે. સંબંધોમાં સામંજસ્ય વધશે. બિઝનેસને લઈને મુસાફરી સફળ થશે. પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

ચૈત્ર નવરાત્રિના શુભ યોગ અને તેના એક દિવસ પહેલા લાગી રહેલુ સૂર્ય ગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે. દેવી દુર્ગા પણ તમારી પર મહેરબાન રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. સંપત્તિથી જોડાયેલો લાભ મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. બોસ તમારા કામના વખાણ કરશે. અચાનક ધન લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે. પરિવારમાં પ્રસન્નતાનો માહોલ રહેવાનો છે.

મેષ રાશિ

દેવી માતાની કૃપાથી તમને કાર્ય અને વેપારમાં શ્રેષ્ઠ અવસર મળશે. તમારા આરોગ્યમાં પણ સુધારો આવશે. ઘરમાં શુભ કાર્ય વિઘ્ન વિના સંપન્ન થશે. પિતાનો સહયોગ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. સુખ-સાધનોમાં વધારો થશે.


Google NewsGoogle News