Get The App

આજથી ચૈત્ર નવરાત્રી શરૂ: ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, નહીંતર પસ્તાશો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
આજથી ચૈત્ર નવરાત્રી શરૂ: ભૂલથી પણ ન કરવા જોઈએ આ 5 કામ, નહીંતર પસ્તાશો 1 - image


Image: Wikipedia

9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનું વ્રત રાખવામાં આવશે. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. આ 9 શુભ દિવસોમાં ભક્ત ઉપવાસ રાખે છે અને દશમી તિથિ પર પારણા કરે છે. નવરાત્રી એક વર્ષમાં ચાર વખત આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીનું ખાસ મહત્વ છે. નવરાત્રી વ્રત દરમિયાન અમુક બાબતો કરવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે અને આર્થિક સ્થિતિને પણ અસર થઈ શકે છે. 

ચૈત્ર નવરાત્રીમાં શું ન કરવુ?

1. ગંદકી અને અંધારુ

ધ્યાન રાખો ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસ સુધી ઘરમાં ગંદકી કે કોઈ પણ ખૂણામાં અંધારુ ન રહે. માન્યતા છે કે જ્યાં અંધારુ કે ગંદકીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને માતા દુર્ગાનું આગમન થતુ નથી. 

2. વાળ અને નખ ન કાપવા

ચૈત્ર નવરાત્રીના 9 દિવસ સુધી વાળ અને નખ ન કાપવા. માન્યતા છે કે નવરાત્રી દરમિયાન નખ કે વાળ કાપવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે.

3. કાળા રંગના વસ્ત્ર

ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ અવસર કે પછી પૂજા-પાઠ દરમિયાન કાળા રંગના વસ્ત્ર ન પહેરવા જોઈએ. તેથી ચૈત્ર નવરાત્રીના 9 દિવસ કાળા રંગના વસ્ત્ર પહેરવા ન જોઈએ. દુર્ગા માતાની અસીમ કૃપા મેળવવા માટે આ દિવસે લાલ, ગુલાબી, પીળા કે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા અત્યંત શુભ રહેશે.

4. તામસિક ભોજન

ચૈત્ર નવરાત્રી દરમિયાન તામસિક ભોજનનું સેવન ન કરવુ નહીંતર માતા દુર્ગા અને ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

5. અપમાન

પ્રયત્ન કરો કે આ દિવસોમાં તમે કોઈનું દિલ ન દુખાવો અને વાદ-વિવાદથી પણ બચો. કોઈનું પણ અપમાન કરવાથી બચવુ અને કોઈની મજાક ન ઉડાવવી.


Google NewsGoogle News