ચૈત્ર નવરાત્રી: આઠમ પર બની રહ્યા છે બે મહાસંયોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે લાભ
Image Social Media |
Maha Ashtami 2024: હાલમાં હિન્દુઓની પવિત્ર ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. અને હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિના 9 દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવતી હોય છે. તેમજ નવરાત્રીના છેલ્લા બે દિવસ આઠમ અને નોમ પર માતા રાણીની ખાસ પૂજા કરવામાં આવે છે. તો આ દિવસો દરમિયાન કેટલાક લોકો વ્રત- ઉપવાસ પણ રાખતા હોય છે.
આ દિવસે બે મહાસંયોગ બની રહ્યો છે
ધાર્મિક માન્યતા પ્રમાણે આઠમની તિથિ પર મા દુર્ગાનું 8મું સ્વરૂપ એટલે કે દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેમજ નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે આ વખતે આઠમ આવતીકાલે એટલે કે 16 એપ્રિલ 2024ના રોજ મનાવવામાં આવશે. પરંતુ આ વખતની આઠમ ખાસ છે, કારણ કે આ દિવસે બે મહાસંયોગ બની રહ્યો છે.
આઠમના દિવસે રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે
આવતીકાલે આઠમના દિવસે રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. આ મહાસંયોગની અસર દરેક રાશિઓ પર થશે. જેમા કેટલાક લોકો માટે આ સંયોગથી તેમના બંધ કિસ્મતના તાળા ખુલી શકે છે, જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો આજે તમને આઠમના દિવસે કઈ કઈ રાશિઓ માટે આ મહાસંયોગથી ફાયદો આપશે.
મીન રાશિ
આઠમની તિથિના દિવસે મીન રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. આ સિવાય જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમને માન-સમ્માનમાં વધારો થઈ શકે છે.
કન્યા રાશિ
આઠમની તિથિએ કન્યા રાશિના લોકોને કોઈ નવી ખૂશખબરી મળી શકે છે. જો તમે ઘણા સમયથી કોઈ સારી નોકરીની શોધ કરી રહ્યા છો તો કાલે તમારી શોધ પૂરી થઈ શકે છે.
વૃષભ રાશિ
મહા અષ્ટમીની તિથિએ રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગના મહાસંયોગથી દરેક અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ સિવાય ધંધા- રોજગારમાં પણ મહત્ત્વના લાભ મળી શકે છે. તો મહીના અંત સુધીમાં તમે કોઈ વિદેશ યાત્રા પર પણ જઈ શકો છો.