Get The App

ચૈત્ર નવરાત્રી: વ્રતના પારણા કરવા માટે શું છે શુભ મુહૂર્ત? આ વાતોનું ખાસ રાખજો ધ્યાન

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
ચૈત્ર નવરાત્રી: વ્રતના પારણા કરવા માટે શું છે શુભ મુહૂર્ત? આ વાતોનું ખાસ રાખજો ધ્યાન 1 - image
Image Pixabay

Chaitra Navratri 2024 Parana: હિન્દુઓમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલે શરુ થઈ હતી, અને 17 એપ્રિલના રોજ રામનવમીના રોજ તેનું સમાપન કરવામાં આવે છે. ભક્તોએ નવ દિવસ સુધી મા દુર્ગાનું વિધિ વિધાનપૂર્વક વ્રત પૂજન કરી દેવીની ઉપાસના કરે છે. નવરાત્રીના નવમાં દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે. જો કે કેટલાક લોકો તેમની માન્યતા મુજબ આઠમના દિવસે કુળદેવીની પૂજા કરીને ઉપવાસ તોડે છે.

નવરાત્રી વ્રત પારણા કરવા માટે પણ  કેટલાક નિયમો છે, તેનું પાલન કરવું જરૂરી છે નહીંતર ઉપવાસ અધૂરો કહેવાય છે અને તેનું ફળ મળતું નથી. આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિની નવમી પર ઉપવાસ તોડવાનો સમય, વિધિ અને નિયમો.

ચૈત્ર નવરાત્રી 2024 વ્રતના પારણા

ચૈત્ર નવરાત્રી દરમિયાન જે લોકો પુરા 9 દિવસ સુધી ઉપવાસ કરે છે, તેઓ નવમી એટલે નોમના દિવસ પછી ઉપવાસ તોડી શકે છે. પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ એટલે કે તા. 16 એપ્રિલ 2024ના રોજ બપોરે 01.23 વાગ્યે શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ બપોરે 03.14 વાગ્યે પૂરી થશે. તેથી તમે નવમી તિથિના રોજ બપોરે 03:14 વાગ્યા પછી નવરાત્રિ વ્રતના પારણા કરી ઉપવાસ તોડી શકો છો.

નવરાત્રી વ્રત તોડવાની વિધિ

ચૈત્ર નવરાત્રીની નવમી તિથિએ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતાની પૂજા કર્યા પછી 9 કન્યાઓની પૂજા કરો, તેમને ભોજન કરાવો અને પછી હવન કરો. જે લોકોએ ઘરમાં કલશ સ્થાપના કરી તે દિવસે જવારા વાવ્યા હતા તેને નદીમાં વહેવડાવો. તેમજ હવન અને જવારાનું વિસર્જન કર્યા પછી અન્ન ગ્રહણ કરી શકો છો. આ વિધિથી નવરાત્રી વ્રતના પારણા કરવાથી ઉપવાસ ફળદાયી બને છે.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન શું ખાવું

  • શાસ્ત્રો પ્રમાણે નવરાત્રીના ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન જ ખાવુ જોઈએ. 
  • માતાના પ્રસાદ માટે જે ભોગ તૈયાર કર્યો છે. તેને ગ્રહણ કર્યા પછી જ ઉપવાસ તોડવો જોઈએ.
  • નવરાત્રીની નોમના દિવસે હલવો, પુરી અને કાળા ચણાની શાકભાજી બનાવવામાં આવે છે. 
  • પહેલા છોકરીઓને ખવડાવો અને પછી પરિવારના સભ્યોએ ભોજન ગ્રહણ કરવું જોઈએ.
  • આ પ્રમાણે નવરાત્રીના વ્રતનું પારણુ કરવાથી તેનું પુરુ ફળ મળે છે. 


Google NewsGoogle News