Get The App

આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ 1 - image


Chaitra Navratri Kalshstaphana: ચૈત્રી નવરાત્રિનો આજથી આરંભ થયો છે. ચૈત્રી નવરાત્રિ ચૈત્ર મહિનાની પ્રતિપદાથી શરુ થાય છે. જેમાં આ વર્ષે નવરાત્રિ પર અનેક શુભ યોગ સાથે ચાર રાજયોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે. ઉપરાંત, આ દિવસે સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બંનેનો શુભ સંયોગ થશે. જો કે, આ દિવસે થોડો સમય પંચક હોય છે. આવી સ્થિતિમાં જોઈએ કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના માટે ક્યારે અને કેટલો સમય શુભ રહેશે.

નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા વિધિ

નવરાત્રિના દિવસે સવારે ઘરની સાફ-સફાઈ કરો અને મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિક કરો અને સુખ-સમૃદ્ધિ માટે દરવાજા પર આંબા અને આસોપાલવના પાનનું તોરણ લગાવો. એવું માનવામાં આવે છે કે માતાની પૂજા દરમિયાન દેવીની સાથે તામસિક શક્તિઓ પણ ઘરમાં પ્રવેશ કરે છે, પરંતુ મુખ્ય દરવાજા પર સ્થાપિત તોરણને કારણે આ શક્તિઓ ઘરની બહાર રહે છે.

આ મંત્રથી કરો પૂજા 

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી દુર્ગાની મૂર્તિ અથવા ફોટોને બાજોઠ કે આસન પર સ્વસ્તિક પ્રતીક બનાવીને સ્થાપિત કરવું જોઈએ. મા દુર્ગાની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકો. તે પછી, દેવી માતાની સામે માટીના વાસણમાં જવ વાવો, જવને સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે દેવી માતાની પૂજા કરતી વખતે કોઈ મંત્ર જાણતા નથી, તો તમે દુર્ગા સપ્તશતીમાં આપેલા નવાર્ણ મંત્રથી જ પૂજા કરી શકો છો 'ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે' અને આ મંત્રનો પાઠ કરતી વખતે પૂજા સામગ્રી અર્પણ કરી શકો છો.

માતાને અર્પણ કરો શણગારની સામગ્રી

માતા શક્તિનો આ મંત્ર અચૂક છે. જો શક્ય હોય તો, દેવીને શણગારની સામગ્રી અને નારિયેળ- ચૂંદડી અર્પણ કરો. તમારા પૂજા સ્થાનથી દક્ષિણ-પૂર્વ તરફ ઘીનો દીવો પ્રગટાવો 'ઓમ દીપો જ્યોતિર્હ પરબ્રહ્મ દીપો જ્યોતિર્ જનાર્દનઃ. 'દીપો હરતુ મે પાપમ પૂજા દીપ નમોસ્તુતે' આ મંત્રનો જાપ કરીને આરતી કરો. દેવી માતાની પૂજામાં શુદ્ધ દેશી ઘીનો અખંડ દીવો પ્રગટાવો. 

માતા દેવીના મંત્રો

એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો વ્યક્તિને વિશેષ ફળ મળે છે, જીવન ભય અને અવરોધોથી મુક્ત બને છે અને સાથે જ તેને તમામ સુખ પણ પ્રાપ્ત થાય છે.

1. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે ||

2. ૐ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની |

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ||

3. 'ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે'

ચૈત્ર નવરાત્રિ કળશ સ્થાપન માટેનો શુભ સમય

09 એપ્રિલે કળશ સ્થાપના કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11:57 થી 12:48 સુધીનો રહેશે. કારણ કે આ અભિજીત મુહૂર્ત છે. કળશની સ્થાપના, પૂજા અને શુભ કાર્યો માટે અભિજીત મુહૂર્ત શ્રેષ્ઠ છે.

બ્રહ્મ મુહૂર્ત- સવારે 04:31 થી 05:17 સુધી

અભિજીત મુહૂર્ત- સવારે 11:57 થી 12:48 સુધી

વિજય મુહૂર્ત- બપોરે 02:30 થી 03:21 સુધી

સંધિકાળ મુહૂર્ત- સાંજે 06:42 થી 07:05 સુધી

અમૃત કાલ: રાત્રે 10:38 થી 12:04 સુધી

નિશિતા કાલ: રાત્રે 12:00 થી 12:45 સુધી

સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 07:32 થી સાંજે 05:06 સુધી

અમૃત સિદ્ધિ યોગ: સવારે 07:32 થી સાંજે 05:06 સુધી.

આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ 2 - image


Google NewsGoogle News