ચૈત્ર નવરાત્રી: 30 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે લાભ
Image Source: Twitter
Chaitra Navratri 2024: સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે, ચૈત્ર નવરાત્રીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સાથે જ દર વર્ષે ચૈત્ર નવરાત્રીની સાથે હિન્દુ નવાવર્ષની પણ શરૂઆત થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે અને માતાના 9 દિવસોનું સમાપન 17 એપ્રિલના રોજ રામનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાના 9 રૂપોની ઉપાસના કરવામાં આવે છે. આ વખતની ચૈત્ર નવરાત્રીને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રી પર અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને શશ યોગ બનવા જઈ રહ્યા છે. આ બંને જ યોગ ચૈત્ર નવરાત્રીમાં 30 વર્ષ પછી બનવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે, ચૈત્ર નવરાત્રીથી કઈ રાશિઓના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે.
મેષ રાશિ
ચૈત્રી નવરાત્રિથી મેષ રાશિના જાતકોના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. તેમના દરેક કામમાં પ્રગતિ થશે. માતા દુર્ગાની કૃપાથી ધન લાભ થશે. નવા કામો શરૂ કરી શકો છો. નોકરીમાં સફળતા મળી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને આ શુભ સંયોગથી ખૂબ જ લાભ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ધન-દોલતમાં વધારો થશે. સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને પણ શુભ સંયોગથી ધન-દોલતની પ્રાપ્તિ થશે. વિદેશમાં નોકરી મેળવવાનો માર્ગ પણ સરળ બની શકે છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. જીવનના તમામ કષ્ટ દૂર થઈ જશે.