આજે હનુમાન જન્મોત્સવ, કરો આ રીતે પૂજા, ગરીબી થશે દૂર અને મળશે કાર્યમાં સફળતા
Image Envato |
Hanuman Jayanti Celebrate: આપણા સનાતન ધર્મમાં દરેક તહેવારો અને વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તો હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. કથાઓ મુજબ હનુમાનજીને ભગવાન શિવના 11મા અવતાર તરીકે પૂજવામાં આવે છે. હનુમાન જન્મોત્સવ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. જેને હનુમાન જયંતિ નામ આપવામાં આવ્યું છે, પરંતુ ખરેખર તો હનુમાન જયંતિ શબ્દનો પ્રયોગ કરવો યોગ્ય નથી, કારણ કે હનુમાનજી આજે પણ ભૌતિક રુપે ધરતી પર હાજર છે.
હનુમાન જન્મોત્સવના દિવસે સંકટમોચનની વિધિવત પૂજા કરવામાં આવે છે. પરંતુ એક ખાસ વાત એ છે કે, આ વર્ષે હનુમાન જયંતિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. એટલે જો વિધિવત હનુમાનજીની પૂજા કરવામાં આવે અને સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો માનવ જીવનમાંથી ગરીબી દૂર- દરિદ્રતા દૂર થાય છે.
હનુમાન જન્મોત્સવ ક્યારે મનાવશે?
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024ના રોજ એટલે કે આજે ઉજવવામાં આવશે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 23 એપ્રિલના રોજ સવારે 3:25 કલાકે શરુઆત થાય છે અને 24 એપ્રિલના રોજ સવારે 5:18 કલાક સુધી રહેશે. જોકે, અઠવાડિયામાંથી મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે અને આ વર્ષે હનુમાન જન્મોત્સવ પણ મંગળવારે આવી રહ્યો છે. એટલે આ પવિત્ર દિવસે હનુમાન જયંતિ અને મંગળવારના શુભ અવસર પર પૂજા કરવાથી અનેક ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને માનવીના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. અને તેના જીવનની અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે.
હનુમાન જન્મોત્સવ પર આ રીતે કરો પૂજા
હનુમાન જન્મોત્સવના આ પવિત્ર દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ભક્તોના તમામ સકંટો દૂર થઈ જાય છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી બજરંગબલીને સિંદૂર, ચમેલીના તેલ અને ચણાના લોટના લાડુ ચઢાવો. એ પછી તેમની વિધિ પૂર્વક પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આજે આખા દિવસ દરમિયાન ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી અનેકગણું પૂણ્ય મળે છે. જે પણ કોઈ ભગવાન હનુમાનની વિધિપૂર્વક પૂજા કરે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તેના જીવનમાંથી તમામ પરેશાનીઓ અને દરિદ્રતા દૂર થઈ જાય છે.