Get The App

કર્ક : ભાગીદારો સાથે નિખાલસપણે ચર્ચા કરવાથી ગૂંચ ઉકેલાઈ જશે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
કર્ક : ભાગીદારો સાથે નિખાલસપણે ચર્ચા કરવાથી ગૂંચ ઉકેલાઈ જશે 1 - image


21 જૂનથી 22 જુલાઈ 

ક્રાંતિવૃતના ૯૦થી ૧૨૦ અંશ સુધીના ભાગમાં કેન્સર રાશિનો સમાવેશ થાય છે. આ રાશિ પુનવર્સુ, પુષ્ય અને આશ્લેષ નક્ષત્રમાં આવે છે. આ રાશિનું ચિહ્ન કરચલો છે. જળ તત્વની સરસ સ્વભાવની આ રાશિ છે. કુંડલીના ચોથા સ્થાનમાં બળવાન બને છે કફ પ્રકૃતિ છે. આ રાશિનો સ્વામી ચંદ્ર છે. આ જાતકો સંવેદનશીલ અને ચંચળ મનના હોય છે, પરંતુ જો લાગણી ઉપર કાબુ મેળવે તો આ જાતકો ખૂબ સારા નિર્ણયો લઈ શકે છે. ત્યાગ, સેવા અને સમર્પણ ભાવના એનો મુખ્ય ગુણધર્મ છે. ચંદ્ર એ મનનું કારક છે. કલ્પનાઓમાં રહેવામાં, કવિતાઓ લખવામાં તેમને ખૂબ આનંદ આવે છે. તેમની પ્રશંસા થાય તો તેઓ ખૂબ સહેલાઈથી છેતરાઈ જાય છે. ક્યારેક આ રાશિના જાતકો ડરપોક પણ જોવા મળે છે.  તેમની ગ્રહણ શક્તિ ખૂબ સારી હોય છે, ફળદ્રુપતા સારી હોય છે. સમર્પણની ભાવનાને કારણે આ જાતકો સામેવાળાને પ્રેમ કરે તો દિલથી પ્રેમ કરે છે. જોકે તેમના લાગણીઓને વારંવાર ઠેસ પહોંચે તેવા યોગ ઊભા થતા હોય છે. ખોટા ભ્રમમાં રહીને અતિ લાગણીથી નિર્ણય લેવા આ જાતકો માટે હિતાવહ નથી. કેન્સર રાશિના જાતકો ખૂબ સારા કલાકાર પણ બની શકે છે. તેમના જેવી ઊમશીલ કવિતાઓ બીજી કોઈ રાશિના જાતકો લખી શકતા નથી. 

કેટરીના કૈફ 16 જુલાઈ

રણવીર સિંહ 2 જુલાઈ

શરીર,મન, સ્વાસ્થ્ય

આ સમયે દરમિયાન જન્મેલા કર્ક રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ૨૦૨૫માં એકંદરે ખૂબ સારું રહેશે. માનસિક રીતે પણ કોઈ રીતે પરેશાન થાવ તેવા ખાસ યોગ ગ્રહ બળના આધારે જોવા મળતા નથી. જૂન-જુલાઈ-ઓગસ્ટ પડવા-વાગવાથી બચવું. જૂની બીમારીના કારણે ઓપરેશન કરાવવું પડે તેવા સંજોગ ઊભા થઈ શકે છે. જોકે સુડીનો ઘા સોયથી ટળશે, તેથી વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. 

મારું ઘર મારો પરિવાર 

૨૦૨૫ દરમિયાન કર્ક રાશિના જાતકો માટે પારિવારિક સંબંધોમાં ઓચિંતા ફેરફાર આવે તેવા યોગ બની રહ્યા છે. મેં ૨૦૨૫ પછી બગડેલા સંબંધો અચાનક સુધરી જાય અને સુધરેલા સંબંધો અચાનક બગડી જાય તેવું શક્ય છે. આવું ન થાય તે માટે ઓછું બોલવું અને મીઠું બોલવું. પરિવારમાં નવા વ્યક્તિનું આગમન થાય અને કોઈ વડીલને ગુમાવવા પડે તેવા સંજોગો ઊભા થાય છે. એકંદરે પારિવારિક સંબંધોમાં મિશ્ર પરિણામ જોવા મળશે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

કર્ક રાશિવાળા જાતકો, જે એરેન્જ્ડ કે પ્રેમલગ્ન કરવા માગતા હોય, તેમને ઓક્ટોબર- નવેમ્બર-ડિસેમ્બરમાં વિશેષ પ્રયત્નો કરવા.  પરિવારના સભ્યો તરફથી પ્રેમલગ્ન માટે સંમતિ મળી જશે. સંતાન માટે પ્રયત્નો કરતાં દંપતીઓ માટે ૨૦૨૫નું વર્ષ શુભ સાબિત થાય તેવા યોગ છે. ડોક્ટરની સલાહને અનુસરવું. 

ભણતર અને ગણતર 

વિદ્યાર્થીઓને ૨૦૨૫માં ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય. કોમ્પિટિટીવ એક્ઝામ્સમાં અત્યાર સુધી રુકાવટો આવતી હતી, પણ આ વર્ષે સફળતા મળે અને અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરી શકાય. વિદેશમાં જઈને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આસાનીથી મળી જશે. પરદેશ ભણવા જવા માટેનો આ ઉત્તમ સમય છે. 

નોકરી - ધંધો - કરીઅર 

કર્ક રાશિના જે જાતકો નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે મેથી ઓક્ટોબર દરમિયાન જોબવ મળવાના ખૂબ સારા યોગ બને છે. ઘણા પ્રયત્નો પછીય પ્રમોશન અટકી ગયું હોય તો પણ ઓક્ટોબર- નવેમ્બર-ડિસેમ્બર આ ત્રણ મહિનામાં ધાર્યું પરિણામ મળશે.  બિઝનેસ કરનારા જાતકોને સફળતા મળે. ભાગીદારો સાથે લેણદેણી સારી રહે. જો અગાઉ કોઈ વાતે મનદુખ થયું હોય તો એમની સાથે નિખાલસપણે ખાસ ચર્ચા કરજો. ગૂંચ ઉકલી જશે.  

પૈસા યે પૈસા 

કર્ક રાશિના જાતકોને ૨૦૨૫માં અચાનક ધનલાભ થાય. ઉઘરાણીના કે અત્યાર સુધી અટવાઈ રહેલાં હકનાં નાણાં ૨૦૨૫માં મળી જાય તેવા યોગ બને છે. ફ્રેન્ડ સર્કલમાં ઉછીના આપેલા પૈસા પરત આવવામાં મુશ્કેલી પડે. ઉછીનાં નાણાં લિખિત સ્પષ્ટતા સાથે આપવાથી મોટી મુશ્કેલીમાંથી બચી જવાશે. 

વાહન અને જમીન  

રોટી, કપડાં ઔર મકાનની સાથે હવે વાહન પણ માણસની એક જરૂરિયાત થઈ ગઈ છે. કર્ક રાશિના જાતકો, જે  પોતાનું ઘર ખરીદવાની કે વાહન વસાવવાની ઈચ્છા રાખતા હતા છતાં અત્યાર સુધી તે શક્ય નહોતું બન્યું, તેમની ઇચ્છા મેથી ઓક્ટોબર મહિના સુધીમાં પૂરી થાય તેવા  પ્રબળ યોગ બને છે.

નારી તું નારાયણી 

કર્ક રાશિની બહેનોની જો વાત કરવામાં આવે તો લગ્ન કરવા ઈચ્છુક યુવતીઓ માટે આ વર્ષે લગ્નના પ્રબળ યોગ બને છે. નોકરી કરવાની કે નોકરીમાં બદલાવવાની ઈચ્છા ઘરાવતી બહેનોને મેથી ઓક્ટોબર મહિના દરમિયાન સારી સફળતા મળે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતી કર્ક રાશિની બહેનોને પ્રયત્નો કરવા છતાં આજ સુધી સફળતા મળી નહોતી. સદનસીબે ૨૦૨૫ માં એમને સંતાન કન્સિવ કરવામાં સફળતા મળે. પરદેશમાં રહેતાં સંતાનોને મળવાના યોગ પ્રબળ છે. પરદેશ જવાનો મોકો અથવા લાંબી મુસાફરીના યોગ પણ ૨૦૨૫ દરમિયાન કર્ક રાશિની બહેનોને ખૂબ સારા થાય છે. 

ધામક કાર્ય કરી શકાય.  દવાખાનામાં રિપોર્ટ કરાવવા પડે. અલબત્ત, કોઈ લાંબી માંદગી કે મોટાં ઓપરેશન કરવા પડે એવું ખાસ જોવામાં આવતું નથી. 

વિશેષ ઉપાય 

૨૦૨૫ દરમિયાન કર્ક રાશિના જાતકોએ ૧૨મા ભાવમાંથી પસાર થતા ગુરુ મહારાજના ભ્રમણને ધ્યાનમાં લઈ મંદિરમાં પીળા કલરના કપડાનું દાન કરવું વધારે શુભ રહે. નવમા ભાવમાંથી પસાર થતા શનિ મહારાજના ઉપાયમાં કાળા કલરનો દોરો જમણા હાથ પર બાંધવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય.


Google NewsGoogle News