Vastu Tips: ઘરની અંદર આ છોડ લગાવવાથી માતા લક્ષ્મીની થશે અપાર કૃપા, થઈ જશો માલામાલ
Image Source: Twitter
અમદાવાદ, તા. 29 જાન્યુઆરી 2024 સોમવાર
સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વધુ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં છોડ લગાવવાના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર છે કે ઘરમાં અમુક ખાસ છોડ લગાવવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે ઘરની યોગ્ય દિશામાં છોડ લગાવવાથી માણસના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી ઘરમાં છોડ લગાવતી સમયે દિશાનું વિશેષ ધ્યાન રાખો.
સનાતન ધર્મમાં તુલસીનો છોડ પૂજનીય છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે આર્થિક સ્થિતિ મજબૂત કરવા ઈચ્છો છો તો આ છોડને ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં લગાવો. દરરોજ આ છોડની પૂજા-અર્ચના કરો અને દીવો પ્રગટાવો. કહેવાય છેકે આવુ કરવાથી સાધકને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનનો લાભ મળે છે.
સનાતન ધર્મમાં જાસ્મીનના છોડનું વધુ મહત્વ છે. જાસ્મીનના છોડથી નીકળનાર ફૂલ ધનની દેવી માતા લક્ષ્મીને પ્રિય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાસ્મીનના છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે અને ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે.
ખીજડાનું વૃક્ષ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં ખીજડાનું વૃક્ષ લગાવવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શનિ દેવ પ્રસન્ન થાય છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે.